________________
ગાથા-૪૭-૪૮
૯ યાત્રાવિધિ—પંચાશક : ૫૧૫ :
કરૂઢિથી કરાતા મહત્સવને નિષેધ - जेडमि विजमाणे, उचिए अणुजेट्टपूयणमजुत्तं ।।। लोगाहरणं च तहा, पयडे भगवंतवयणम्मि ॥ ४७ ।। लोगो गुरुतरगो खलु, एवं सति भगवतोवि इट्ठोत्ति । मिच्छत्तमो य एयं, एसा आसायणा परमा ॥ ४८ ॥
જેમ પિતા વગેરે પૂજનીય વડિલ વિદ્યમાન હોય ત્યારે (તેમની અવગણના કરીને) નાના પુત્ર વગેરેની પૂજા કરવી અયુક્ત છે, તેમ જગતના સર્વ જીથી જ્યેષ્ઠ (-મહાન) જિનાગમ વિદ્યમાન હોવા છતાં લાકિક ઉદાહરણ લેવું એ અયુક્ત છે, અર્થાત્ લેકમાં પિતાદિને ઉદ્દેશીને અમુક માસ વગેરેમાં અમુક અમુક રીતે (પિંડપ્રદાન, શ્રાદ્ધ વગેરે રીતે) મહત્સવ કરવામાં આવે છે, માટે અમારે પણ તે જ રીતે મહત્સવ કરે જોઈએ એમ માનીને લેકરૂઢિથી મહત્સવ કર અયુક્ત છે. (૪૭).
જિનાગમ વિદ્યમાન હોવા છતાં લેકરૂઢિથી મહત્સવ કરવાથી લોક જ પ્રમાણભૂત બન્યો, જિનાગમ નહિ. આ રીતે લેકને પ્રમાણ માનવામાં ભગવાનથી પણ લોકને જ મોટે માન્યો. ભગવાનથી પણ લોકને માટે માન એ મિથ્યાત્વ છે. કેમ કે જે મોટે નથી તે માટે જણા હેવાથી વિપરીત બોધ છે. (વિપરીતબોધ એ મિથ્યાત્વ છે.) તથા ભગવાનથી લોકને માટે માન એ સર્વજ્ઞની મહાન આશાતના છે. આ આશાતના અનંત સંસાર વધારનારી છે. આથી સર્વજ્ઞવચનને જ પ્રધાન માનવું જોઈએ. લેક તો સર્વજ્ઞવચનથી વિરુદ્ધ જ કરવાવાળે છે. (૪૮)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org