________________
ગાથા-૪૦
૯ યાત્રાવિધિ—પંચાશક
: પ૦૯ :
છે. આથી માર્ગો/સારી ભાવથી સકલ વાંછિત અર્થોની સિદ્ધિ અવશ્ય થાય છે. (૩૯)
માર્ગનુસારી ભાવ સકલ વાંછિત સિદ્ધિનું કારણ છે તેનું કારણ - मग्गाणुसारिणो खलु, तत्ताभिणिवेसओ सुभा चेव ।। होइ समत्ता चेट्ठा, असुभावि य णिरणुबंधत्ति ॥ ४० ॥
માગનુસારી ભાવવાળા જીવને તત્તવન (-વાસ્તવિક્તાન) અત્યંત આગ્રહ હોવાથી તેની સઘળી ક્રિયા (પ્રાયઃ) શુભ જ થાય છે, અને જે અશુભ પણ ક્રિયા થાય છે તે નિરનુબંધ હોય છે. નિરનુબંધ એટલે ફરી ફરી ન થનાર. - ભાવાર્થ –માર્ગાનુસારી જીવની અશુભ ક્રિયાથી તેવા કર્મો ન બંધાય કે જે કર્મો ઉદયમાં આવે ત્યારે ફરી તેને અશુભ ક્રિયા કરાવે. જે અશુભ ક્રિયાથી ફરી અશુભ ક્રિયા થાય તેવા કર્મો બંધાય તે અશુભ ક્રિયા સાનુબંધ કહેવાય. જે અશુભ ક્રિયાથી ફરી અશુભ ક્રિયા થાય તેવા કર્મો ન બંધાય તે અશુભ ક્રિયા નિરનુબંધ કહેવાય. અનુબંધ એટલે પરંપરા. એક અશુભ ક્રિયા થાય, તેનાથી બંધાયેલાં કર્મોથી ભવિષ્યમાં ફરી અશુભ ક્રિયા થાય, તેનાથી બંધાયેલાં કર્મોથી ભવિષ્યમાં ફરી (ત્રીજીવાર) અશુભ ક્રિયા થાય, આમ પરંપરાને અનુબંધ કહેવાય. જે અશુભ ક્રિયા અનુબંધવાળી હોય તે સાનુબંધ અને અનુબંધ વિનાની હોય તે નિરનુબંધ કહેવાય. માર્ગાનુસારી જીવની અશુભ ક્રિયા નિરnબંધ હોય છે.
માગનુસારી ભાવવાળા જીવની સઘળી ક્રિયા (પ્રાય) શુભ થતી હોવાથી અને અશુભ ક્રિયા નિરનુબંધ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org