________________
: ૫૬ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૩૫-૩૬
ક
-
कत्तियकिण्हे चरिमा, गब्भाइदिणा जहकमं एते। हत्थुत्तरजोएणं, चउरो तह सातिणा चरमो ॥ ३५ ॥
અષાડ સુદ છઠ્ઠ, ચિત્ર સુદ તેરસ, માગશર વદ દશમ (ગુજરાત પ્રમાણે કાર્તક વદ દશમ), વૈશાખ સુદ દશમ અને કાર્તક વદ અમાસ (ગુજરાત પ્રમાણે આસો વદ અમાસ) એ પાંચ દિવસે શ્રી મહાવીર ભગવાનના અનુક્રમે ગભર (ચ્યવન), જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષના છે. ગર્ભ (વન),જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એ ચારમાં ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચંદ્રને વેગ હતો અને નિર્વાણમાં સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રને યોગ હતે. (૩૪-૩૫)
મહાવીરસ્વામીના જ કલ્યાણકે કહેવાનો હેતુ – अहिगयतित्थविहाया, भगवंति णिदंसिया इमे तस्स । सेसाणवि एवं चिय, णियणियतित्थेसु विण्णेया ॥ ३६ ॥
વર્તમાન શાસનના સ્થાપક શ્રી મહાવીરસવામી હોવાથી તેઓશ્રીના કલ્યાણક દિવસો કહ્યા. જેવી રીતે વર્તમાન શાસનમાં મુખ્યપણે શ્રી મહાવીર સ્વામીના કલ્યાણક દિવસે આરાધના કરવાના કહ્યા છે, તેવી રીતે બાકીના ઋષભદેવ વગેરે ત્રેવીસ તીર્થંકરના કલયાણકદિવસે મુખ્યપણે પિતાપિતાના શાસનમાં આરાધના કરવા જાણવા. અર્થાત્ જે વખતે જે તીર્થકરનું શાસન હોય તે વખતે મુખ્યપણે તે તીર્થકરોના કલ્યાણક દિવસની આરાધના થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org