________________
ગાથા-૩૨થી૩૪ ૯ યાત્રાવિધિ-પંચાશક : ૫૦૫ ૪.
દેવો પણ કલ્યાણકેની આરાધના કરે છે:तेसु य दिणेसु धन्ना, देविदाई करिति भत्तिणया । जिणजत्तादि विहाणा, कल्लाणं अपणो चेव ॥ ३२ ॥
જે દિવસોમાં ઉક્ત પાંચ પ્રસંગે બને છે તે દિવસમાં બહુમાનથી નમ્ર બનેલા પુણ્યશાળી દેવેંદ્રો વગેરે પણ સ્વપરનું કલ્યાણ કરનાર જિનયાત્રા, પૂજા, સ્નાત્ર વગેરે અનુષ્ઠાનો વિધિપૂર્વક કરે છે. (૩૨) મનુષ્યએ પણ કલ્યાણકાની આરાધના કરવી જોઈએ इय ते दिणा पसत्था, ता सेसेहिपि तेसु कायव्वं । जिणजत्तादि सहरिसं, ते य इमे बद्धमाणस्स ॥ ३३ ॥
કલ્યાણકોથી સમસ્ત જીવોને આનંદ થતો હોવાથી અને તેની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી કલ્યાણકના દિવસે ઉત્તમ છે આથી એ દિવસોમાં દેવોની જેમ મનુષ્યોએ પણ સહર્ષ જિનયાત્રાદિ કરવું જોઈએ. [સર્વતીર્થકરોના કયાણક દિવસે કહી શકાય તેમ ન હોવાથી અને શ્રી મહાવીરસ્વામી વર્તમાન શાસનના અધિપતિ હોવાના કારણે આપણા બહુ નજીકના ઉપકારી હોવાથી તેઓશ્રીના કલ્યાણક દિવસે જણાવે છે.] શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક દિવસ નીચે પ્રમાણે છે. (૩૩)
મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક દિવસો:आसाढसुद्धछट्ठी, चेत्ते तह सुद्धतेरसी चेव ।
मग्गसिरकिण्हदसमी, वइसाहे सुद्धदसमी य ॥ ३४ ॥ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org