________________
: ૨૮ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૯
મયૂરનું નૃત્ય તેના ગુહ્ય ભાગનું રક્ષણ કરનારું બનતું નથી, તેમ ગુરુ વિના જાતે શાસ્ત્રો વાંચી લેનારનું જ્ઞાન આત્માનું રક્ષણ કરનારું બનતું નથી.” " સંવિગ્ન એટલે મોક્ષસુખને અભિલાષી. ગુરુ પાસે ધર્મ સાંભળવાથી જ સાચા મોક્ષાભિલાષી બની શકાય છે. આથી જેણે ગુરુ પાસે ધર્મનું શ્રવણ કર્યું નથી અને મોક્ષસુખને અભિલાષી નથી તેને વ્રતસ્વકાર મોક્ષ માટે ન થાય.
અતિચાર એટલે વ્રતની મલિનતા.
પ્રશ્ન – અતિચારો સર્વવિરતિમાં જ હોય. કારણ કે શાસ્ત્રમાં સંજવલન કષાયના ઉદયથી અતિચારે કાા છે. કહ્યું છે કે – सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयो होति । मूलुच्छेज्ज पुण होइ बारसण्हं कसायाणं । आ. नि ११२॥
સઘળા અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે. બાર કષાયોના ઉદયથી મૂળથી નાશ થાય છે.”
આથી દેશવિરતિમાં અતિચારો ન હોય. યુક્તિથી પણ આ વાત ઘટે છે. તે આ પ્રમાણે - મોટા શરીરમાં ચાંદી વગેરે રોગો હેય, કુંથુઆ વગેરેના નાના શરીરમાં નહિ. તેવી રીતે દેશવિરતિનાં વ્રત અનેક અપવાદોથી અતિશય નાનાં છે. અતિચારો ચાંદી વગેરેના રેગે સમાન છે. એથી અતિચાર દેશવિરતિમાં ન હોય. અતિચાર એટલે દેશથી=અંશથી ભંગ. અણુવ્રત સ્વયં મહાવ્રતના અતિશય નાના દેશ-અંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org