________________
ગાથા-૯
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૨૭ :
અહીં “ગુરુ પાસે જેણે ધર્મ સાંભળ્યા છે એ શ્રાવક એમ કહીને ત્રણ બાબતો જણાવી છે. તે આ પ્રમાણે -- (૧) ધર્મ ગુરુ પાસે સાંભળ જોઈએ. કારણ કે બીજા પાસે સાંભળવાથી વિપરીત બંધ થવાનો સંભવ છે. (૨) ધર્મ– શ્રવણ વિના જીવાદિ તને બાધ ન થવાથી વ્રતસ્વીકાર બરોબર થતું નથી.
घुछे, "जस्स नो इमं उधगयं भवइ इमे जोवा इमे अजीवा इमे तसा इमे थावरा तस्स नो सुपञ्चवायं भवति, दुपञ्चक्खायं भवति, से दुपञ्चक्खाइ मोसं भासं भासति, नो सञ्च भासं મારા ત્તિ જેને આ જીવે છે, આ જીવે નથી, આ ત્રસ જીવે છે, આ સ્થાવર જીવે છે, એવું જ્ઞાન નથી તેનું આ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન નથી, કિંતુ દુપ્રત્યાખ્યાન છે. દુપ્રત્યાખ્યાન કરનાર તે અસત્ય બોલે છે, સાચું બોલતો નથી.”
(૩) જેણે ગુરુ વિના જાતે જ શાસ્ત્રો વાંચ્યા હોય તેને પણ વ્રતસ્વીકારને નિષેધ છે. જાતે શાસ્ત્ર વાંચ્યા હોય તેને શાસ્ત્રોના અર્થોનું બરાબર જ્ઞાન ન થવાથી સમ્યક્રપ્રવૃત્તિ થઈ શકતી નથી. કહ્યું છે કે – न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भागं पश्यत नृत्यं मयूरस्य ॥ १ ॥
જેણે ગુરુની ઉપાસના કરવા પૂર્વક ગુરુ પાસેથી શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન રક્ષણ કરનારું થતું નથી. મયૂરનું નૃત્ય જુઓ, મયૂર નૃત્ય કરે ત્યારે તેને પાછળ ગુહાભાગ ખુલ્લો થઈ જાય છે. જેમ નૃત્યકળાથી અજ્ઞાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org