________________
ગાથા-૮
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૨૫ :
ઓ જ જીવ તરીકે માને તે સૂક્ષમ. બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય, અને પદ્રિય જીવો સ્થૂલ છે. કારણ કે મિથ્યાદષ્ટિએ પણ પ્રાયઃ તેમને જીવ તરીકે માને છે. એકંકિય સૂક્ષમ છે. કારણ કે પ્રાયઃ સમ્યગ્દષ્ટિ જીવો જ તેમને જીવ તરીકે માને છે.
મૂલગુણ-ઉત્તરગુણુ - પાંચ અણુવ્રત શ્રાવકધર્મરૂપ વૃક્ષના મૂળિયા સમાન હોવાથી મૂલગુણ કહેવાય છે. બીજાં સાત વ્રતો અણુવ્રતની પુષ્ટિ-વૃદ્ધિ કરે છે. આથી તે શ્રાવક ધર્મરૂપ મહાન વૃક્ષના શાખા-પ્રશાખા તુલ્ય હોવાથી ઉત્તર ગુણ કહેવાય છે. (૭) પહેલા અણુવ્રતનું સ્વરૂપઃ
थूलगपाणवहस्सा, विरई दुविहो य सो वहो होइ । संकप्पारंभेहिं, वज्जइ संकप्पओ विहिणा ॥ ८ ॥
વિધિપૂર્વક સ્કૂલપ્રાણીઓના વધની વિરતિ એ ( સ્કૂલ પ્રાણાતિપાત વિરમણરૂપ) પહેલું અણુવ્રત છે. સંકલ્પ અને આરંભ એમ બે પ્રકારે વધ થાય છે. સ્થૂલ પ્રાણવધ વિ તિને સ્વીકાર કરનાર શ્રાવક સંક૯પથી પ્રાણવધને ત્યાગ
સંકલ્પ એટલે મારવાની બુદ્ધિ. આરંભ એટલે જેમાં જીવહિંસા થાય તેવી ખેતી, રસેઈ આદિની ક્રિયા. આ બેમાંથી શ્રાવક સંકલ્પથી હિંસાનો ત્યાગ કરી શકે છે.
ઃ શ્રાવક પ્રજ્ઞાપ્ત–૧૦૭, શ્રાવકધર્મવિધિપ્રકરણ-૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org