SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા લવન. ૮ જિનબિંબ પ્રતિષ્ઠાવિધિ પંચાશક સાતમા પચાશકમાં જિનભવન બંધાવવાનો વિધિ કહ્યા. જિનભવન જિનબિંબથી અધિષિત હોય છે. આથી આઠમા પંચાશકમાં જિનબિંબની પ્રતિષ્ઠા વિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે - नमिऊण देवदेवं, वीरं सम्मं समासओ वोच्छं । जिणबिंबपढाए, विहिमागमलोयणीतीए ॥ १ ॥ દેના પણ દેવ શ્રી મહાવીર ભગવાનને ભાવશુદ્ધિ પૂર્વક પ્રણામ કરીને આગમ અને લોક એ બંનેની નીતિ અનુસાર (=આગમ અને લેકશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ) જિનબિંબની પ્રતિષ્ઠાની વિધિ સંક્ષેપથી કહીશ. અહીં લેક શબ્દનો ઉલ્લેખ કરીને એ જણાવ્યું છે કે કઈ વખત જિનમતથી અવિરુદ્ધ લેકનીતિનું પણ અનુસરણ કરવું જોઈએ. (૧) જિનબિંબ કરાવવા સંબંધી વિધિના વર્ણનની પ્રતિજ્ઞા - जिणबिंबस्स पइट्टा, पाय कारावियस्स जं तेण । तकारवणंमि विहिं, पढम चिय वणिमो ताव ॥ २ ॥ પ્રાયઃ બીજા પાસે કરાવેલા જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે. આથી પ્રતિષ્ઠાવિધિની પહેલાં જિનબિંબ કરાવવાની વિધિ કહીએ છીએ. (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy