SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪૫૬ : ૭ જિનભવનવિધિ—પ’ચાશક ગાથા ૫૦ જ્ઞાનાદિની આરાધનાવાળા જીવસાત-આઠ ભવાથી અવશ્ય જન્મ-મરણાદિદાષાના વિયાગ થવાથી નિત્યસુખવાળા મેાક્ષને પામે છે. અહીં સાત આઠે ભવા જઘન્ય આરાધનાની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટ આરાધનાથી કાઇ તે જ ભવમાં મેાક્ષમાં જાય છે. પ્રશ્ન : સાત આઠ ભવાની ગણતરી કેવી રીતે કરવી ? મનુષ્યભવમાંથી દેવલાકમાં, દેવલેાકમાંથી મનુષ્ય ભવમાં એમ મનુષ્ય-દેવલેાકના સાત આઠ ભવા ગણવા કે આરાધનાના, એટલે કે જે ભવામાં (જ્ઞાનાદિની) આરાધના થઇ હાય તે ગણવા? ઉત્તર:– જે ભવામાં (જ્ઞાનાદિની) આરાધના થઈ હાય તેવા ભવા ગણવા. કારણ કે મનુષ્ય-દેવલાકના સવા ગણવામાં સાત જ લવ થાય. સાતમા ભવ મનુષ્યના છે. ચારિત્રનેા આરાધક મનુષ્યલેાકમાં ઉત્પન્ન ન થાય, વૈમાનિક દેવલાકમાં જ ઉત્પન્ન થાય. એટલે આઠમા ભવમાં મેાક્ષમાં ન જઈ શકે. આથી સાત જ ભવ થાય, આઠ ભવ ન થાય. (જે આઠમા ભવે દેવલેાકમાં જઇને પછી મનુષ્યભવમાં માક્ષ પામે તે ૯ ભવ થાય.) આથી આરાધનાના સાત આઠ ભવા ગણવા. કાઈ જીવ સાત ભવેશમાં આરાધના કરીને માક્ષે જાય, તેા કાઈ જીવ× આઠ ભવેામાં આરાધના કરીને માક્ષમાં જાય, (૫૦) ×ાદુમવા ૩ ત્તિ= ચારિત્ર સ્વીકારના આભવા છે, અર્થાત્ આઠે લવામાં ચારિત્રના સ્વીકાર કર્યા પછી અવશ્ય મેાક્ષની પ્રાપ્તિ થાય. (આ નિ॰ ૮૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy