________________
ગાથા-૭
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૨૩ :
પ્રજ્ઞાપના વગેરે શાસ્ત્રોમાં વ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવેની નવે વેયકમાં ઉત્પત્તિ જણાવી છે. જિનેક્ત સાધુવેશના સ્વીકાર વિના નવ રૈવેયકમાં ઉત્પત્તિ ન થાય. (૧૦૩૮) કારણ કે આગમજ્ઞ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, જેઓ સાધુપણામાં રહીને સાધુપણાનું પાલન કરતા નથી, કિન્તુ માત્ર બાહ્ય વેશ ધારણ કરે છે તે સમ્યક્ત્વથી પતિત થયેલા નિદ્વવ વગેરે પણ ઉત્કૃષ્ટથી નવ ઝવેયક સુધી ઉત્પન્ન થાય છે.” (૧૯૩૯)
જે બેથી નવ પલ્યોપમ વગેરે સ્થિતિ ઘટી ગઈ છે તે ભાવથી જ દેશવિરતિ આદિ પામે, અને ભાવથી દેશવિરતિ આદિની પ્રાપ્તિ અનંતીવાર થાય નહિ. જયારે ઉક્ત પાઠના આધારે અનંતીવાર દેશવિરતિ આદિની પ્રાપ્તિ થઈ છે. આથી અનંતીવાર થયેલી દેશવિરતિ આદિની પ્રાપ્તિ દ્રવ્યથી હતી એ સિદ્ધ થાય છે. એટલે સ્થિતિહાસને નિયમ દ્રવ્યથી દેશવિરતિ આદિ માટે નથી કિંતુ ભાવથી દેશવિરતિ આદિ માટે છે. (૬) તેને નિર્દેશ –
पंच उ अणुव्बयाई, थूलगपाणवहविरमणाईणि । .. उत्तरगुणा तु अन्ने, दिसिव्वयाई इमेसि तु ॥७॥
સ્થૂલ પ્રાણવધવિરમણ વગેરે પાંચ અણુવ્રત છે. તે અણુવ્રતના બીજા દિગ્વિરતિ વગેરે સાત ઉત્તર ગુણે છે.
* શ્રાવકધર્મવિધિપ્રકરણ-૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org