________________
: ૪૪૬ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૩૩-૭૪
યતનામાં થતા આરંભ રૂપ નાના દોષથી બીજા જે (ત્રસજીને નાશ વગેરે) મેટા દે છે તે દૂર થાય છે. આથી બુદ્ધિશાળી પુરુષોએ યતનાને નિવૃત્તિ પ્રધાન જાણવી, અર્થાત્ અન્ય મોટા આરંભથી નિવૃત્તિ કરાવવાના કારણે શ્રેષ્ઠ ઉપાદેય જાણવી. (૩૨). જિનભવન બંધાવવામાં યતનાનું સ્વરૂપ:सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होइ णायचा । अण्णारंभणिवित्तीइ अप्पणाहिढणं चेवं ॥ ३३ ॥ - જિનમંદિર નિર્માણમાં પ્રાસુક પાણી અને દલની વિશુદ્ધિ યતના છે, અર્થાત પાણી ગાળીને વાપરવું, કાષ્ઠ-પથ્થર વગેરે દલ ત્રસ જીવોથી રહિત હોય તેવું વાપરવું વગેરે યતના છે. તથા અન્ય ખેતી વગેરે આરંભેને ત્યાગ કરી જાતે જ જિનભવનના આરંભમાં હાજર રહેવું એ પણ યતના છે. મંદિરના કાર્યમાં જાતે હાજર હોય તે યથાચોગ્ય ની રક્ષા થાય તેમ નકર પાસે કામ કરાવી શકે. જે જાતે હાજર ન હોય તે નોકરો ગમે તેમ કામ કરે એથી જીવરક્ષા ન થઈ શકે. (૩૩). વતને નિવૃત્તિ પ્રધાન છે એ પૂર્વોક્ત વિષયનું સમર્થન:एवं च होइ एसा, पवित्तिरूवावि भावतो णवरं । अकुसलणिवित्तिरूवा, अप्पबहुविसेसभावेणं ॥ ३४ ॥
આ રીતે (૩૩મી ગાથામાં કહ્યું તે રીતે) જિનભવન સંબંધી યતના પ્રવૃત્તિ રૂપ હોવા છતાં અ૫–અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org