________________
ગાથા-૨૧-૨૩ ૭ જિનભવનવિધિ-પંચાશક : ૪૪૧
સારા દિવસે શુભ મુહૂતે લીધેલું અને શુકન થવાથી શુદ્ધ છે એવી ખાતરીવાળું શુદ્ધ પણ દલ જયાં ખરીદ્યું હોય ત્યાંથી બીજા સ્થળે લઈ જતી વખતે પણ ફરી શુકન, શુભદિવસ વગેરે જોવું જોઈએ. (૨૦).
(૩) ભૂતકાતિ સંધાન દ્વાર નેકરને છેતરવા ન જોઈએ:कारवणेवि य तस्सिह, भितगाणतिसंघणं ण कायव्यं । अवियाहिगप्पदाणं, दिवादिटुप्फलं एयं ॥ २१ ॥ - દલ ખરીદવામાં અને લાવવા વગેરેમાં તથા જિનમંદિર બંધાવવામાં પણ નોકરને ઓછા પૈસા આપીને ઠગવા ન જોઈએ, બલકે અધિક પૈસા આપવા જોઈએ. કારણ કે અધિક પૈસા આપવાથી આલોક અને પરલોક સંબંધી સુંદર ફળ મળે છે. (૨૧)
નેકરને અધિક પૈસા આપવાથી આલેક સંબંધી ફળ – ते तुच्छगा वराया, अहिगेण दढं उविंति परितोसं । तुहा य तत्थ कम्म, तत्तो अहिंगं पकुव्वंति ॥ २२ ॥
ને અગંભીર અને બિચારા હોય છે. આથી નક્કી કરેલા ધનથી અધિક ધન આપવાથી અત્યંત આનંદ પામે છે. અધિક ધન મળવાથી ખૂશ થયેલા નોકરે જિન ભવનનું કામ પહેલાં કરતાં અધિક કરે છે. (૨૨)
કરેને અધિક પૈસા આપવાથી પરલેક સંબંધી ફળ – धम्मपसंसाए तहा, केइ णिबंधति बोहिबीयाई । अण्णे उ लहुयकम्मा, एत्तो चिय संपबुझंति ॥ २३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org