________________
ગાથા૧૭–૧૮ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૩૯ :
(૨) દલવિશુદ્ધિદ્વાર કેવું દલ અશુદ્ધ છે તેનું પ્રતિપાદ્ધ :कट्ठादीवि दलं इह, सुद्धं जं देवतादुववणाओ । जो अविहिणोवणीयं, सयं च कारावियं जण्णो ॥ १७ ॥
જિનમંદિર બંધાવવામાં કોઈ પથ્થર વગેરે દલ (=મંદિર બંધાવવામાં ઉપગી વસ્તુઓ) પણ શુદ્ધ જઈએ. યંતરાધિષિત જગલ, ઘર વગેરેમાંથી લાવેલું કાષ્ટાદિ દલ અશુદ્ધ છે. કારણ કે વ્યંતરાધિષિત કાષ્ટાદિ લાવવાથી અંત૨ ગુસ્સે થઈને જિનમંદિરને અને તેના કરાવનાર વગેરને હાનિ પહોંચાડે એ સંભવિત છે. તથા મનુષ્ય કે પશુઓને શારીરિક કે માનસિક સંતાપ પમાડવા દ્વારા અવિધિથી લાવેલું દલ અશુદ્ધ છે. વૃક્ષો કપાવવા, ઈટો પકાવરાવવી વગેરે રીતે જાતે તૈયાર કરાવેલું દલ પણ અશુદ્ધ છે. કહ્યું છે કેदलमिष्टकादि तदपि च, शुद्धं तत्कारिवर्गतः क्रीतम् । उचितक्रयेण यत् स्यादानीतं चैव विधिना तु ॥
(૦ ૬-૭) જેનાથી મંદિરનું નિર્માણ થાય તે ઈંટ વગેરે દિલ છે. દલ પણ શુદ્ધ જોઈએ. દલ બનાવનારાઓ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરીદેલું અને વિધિપૂર્વક (મનુષ્ય-પશુઓને દુઃખ આપ્યા વિના) લાવેલું દલ શુદ્ધ છે.” (૧૭) દલની શુદ્ધિ-અશુદ્ધિને જાણવાને ઉપાયतस्सवि य इमो णेओ, सुद्धासुद्धपरिजाणणोचाओ। तकहगहणादिम्मी सउणेयरसण्णिवातो जो ॥ १८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org