________________
૪૩૮ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૧૬
ભગવાને બીજાને અપ્રીતિ ન થાય તે માટે પ્રયત્ન કર્યો હતો તેમ દરેક ધર્મીઓએ બીજાને અપ્રીતિ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. (૧૫) સહુને અપ્રીતિ ત્યાગને ઉપદેશ :इय सम्वेणवि सम्मं, सकं अप्पत्तियं सइ जणस्स । णियमा परिहरियव्यं, इयरंमि सततचिंता उ ॥ १६ ॥
શ્રી મહાવીર ભગવાનની જેમ જિનભવનાદિ કરવાની ઈચ્છાવાળાએ અને સંયમનો સ્વીકાર કરવાની ઈચ્છાવાળાએ પણ શુદ્ધભાવથી સદા લેકની શકય (= જેનો ત્યાગ થઈ શકે તેવી) અપ્રીતિને અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
પ્રશ્ન:- આપણે અપ્રીતિ થાય તેવું ન કરીએ તે પણ લેક અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિ કરે તે શું કરવું?
ઉત્તર - લેકની અજ્ઞાનતા આદિના કારણે અપ્રીતિને ત્યાગ કરી શકાય તેમ ન હોય ત્યારે પોતાના સ્વભાવની વિચારણા કરવી તે આ પ્રમાણે -
ममैवाय दोषो यदपरभवे नार्जितमहो । शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतिहृदयः ॥ १ । अपापस्यै, मे कथमपरथा मत्सरमयं । जनो याति स्वार्थ प्रति, विमुखतामेत्य सहसा ॥ २ ॥
“આ મારો જ દેશ છે. કેમ કે મેં ગતભવમાં પુણ્યનું ઉપાર્જન કર્યું નથી, જેથી લોકો મારા વિષે અપ્રીતિવાળા થાય છે. અન્યથા આ લોકો સ્વાર્થ પ્રત્યે વિમુખ બનીને (અર્થાત્ ષ કરવાથી કર્મ બંધ કરવા દ્વારા પિતાના હિત પ્રત્યે વિમુખ બનીને) નિર્દોષ એવા મારા ઉપર દ્વેષ કેમ કરે (૧૬)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org