________________
૭ જિનભવનવિધિ પંચાશક છઠ્ઠા પંચાશકમાં સ્તવવિધિ કહ્યું. તેમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અંગે વર્ણન કર્યું. દ્રવ્યસ્તવ જિનભવન નિર્માણ આદિ રૂપ છે. આથી સાતમા પંચાશકમાં જિનભવનવિધિ બતાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે - नमिऊण बद्धमाणं, वोच्छं जिणभवणकारणविहाणं । संखेवओ महत्थं, गुरूवएसाणुसारेणं ॥ १ ॥
શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશ અનુસાર જિનભવન કરાવવાને વિધિ કહીશ.+ આ વિધિ સંક્ષેપથી (= થોડા શબ્દમાં) કહીશ, પણ તેને અર્થ વિસ્તૃત થશે. (૧)
અધિકારીએ જ જિનભવન કરાવવું જોઈએ:अहिगारिणा इमं खलु, कारेयव्वं विवजए दोसो। . શાળામં ૩ , પ વાળા પકવો | ૨ |
- જિનમંદિર કરાવવાની યોગ્યતાવાળા જીવે જ જિનભવન કરાવવું જોઈએ. જે જિનભવન કરાવવાની યોગ્યતા રહિત જીવ જિનભવન કરાવે તો અશુભ કર્મબંધરૂપ દોષ લાગે છે.
પ્રશ્ન:- સંસાર રૂપ નદી તરવા માટે નાવ સમાન દ્રવ્યસ્તવ કરવામાં પણ દેષ કેમ લાગે?
+ છઠ્ઠા ષોડશકમાં પણ આ વિધિ બતાવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org