________________
: ૪૧૦ : - સ્તવવિધિ—પચાશક
ગાથા-૪૫
પુરિકા નગરીમાં લઈ આવ્યા.' તથા શ્રી ઉમાસ્વાતિ મહારાજના ગ્ર'થામાં દ્રવ્યસ્તવના ઉપદેશ છે. તે આ પ્રમાણેઃयस्तृणमयीमपि कुटीं कुर्याद् दद्यात् तथैकपुष्पमपि । भक्त्या परमगुरुभ्यः, पुण्योन्मानं कुतस्तस्य ॥ १ ॥ जिनभवनं जिनबिंबं, जिनपूजां जिनमतं च यः कुर्याद् । तस्य नरामर शिव सुखफलानि करपल्लवस्थानि ॥ २ ॥
“જે ભક્તિથી જિનેશ્વર ભગવાન માટે માત્ર ઘાસની ઝુ'પડી બનાવે, તથા ભક્તિથી જિનેશ્વર ભગવાનને એક જ પુષ્પ ચઢાવે તેના પુણ્યનું માપ કાંથી કરી શકાય ? અર્થાત્ ન કરી શકાય.” (૧) “જે જિનમંદિર, જિનબિંબ, જિનપૂજા અને (લખાવવા આદિથી) જિનાગમ કરે છે તેને મનુષ્ય, દેવ અને માક્ષનાં સુખરૂપ ફ્ળા હથેલીમાં છે.”
આ ઉપદેશથી શ્રોતાને દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ દ્રવ્યસ્તવ પણ કરાયેા છે. આથી આવશ્યક નિયુઍંક્તિમાં સાધુએને પુષ્પાદિથી પૂજાને નિષેધ સ્ત્રય' કરવાની અપેક્ષાએ છે, અનુમાદનાદિની અપેક્ષાએ નથી.
જો કે અહીં આચાય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી આ વજીસ્વામીના દૃષ્ટાંતથી સાધુએ દ્રવ્યસ્તવ કરાવી શકે એમ સામાન્યથી કહ્યું છે, તેા પણ તે અપવાદથી સમજવું.
x वाचकग्रंथेषु वाचकः पूर्वधरोऽभिधीयते, स च श्रीमानुमास्वातिनामा महातार्किकः प्रकरणपश्चशती कर्ताऽऽचार्यः सुप्रसिद्धोऽभवत् तस्य प्रकरणेषु ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org