________________
ગાથા-૪૩
૬ સ્તવવિધિ-પંચાશક
: ૪૦૭ :
મુનિઓથી બીજા છે, કે જે ધાર્મિક-ધર્મવૃત્તિવાળા છે, તેમને જ શુભભાવનું (કે ભાવપૂજાનું) કારણ હોવાથી સાક્ષાત્ પણ દ્રવ્યસ્તવ કરવાનું વિધાન છે. કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે- (૪૧) અપૂર્ણ સંયમવાળા દેશવિરતિ શ્રાવકોને સંસાર ઘટાડનાર દ્રવ્ય પૂજન કરવા રોગ્ય જ છે.
પ્રશ્ન:- દ્રવ્યસ્તવ કંઈક સાવદ્ય હોવાથી શ્રાવકોને પણ કરવા યોગ્ય કેમ ગણાય? - ઉત્તર – દેષિત પણ પ્રવૃત્તિ જે પરિણામે અધિક લાભનું કારણ બને છે તે કરણીય બને છે. આ વિષયના બંધ માટે દ્રવ્યસ્તવમાં કૂપનું દષ્ટાંત છે. ત્રીજા પંચાશકની ૧૦મી ગાથામાં કૂપદષ્ટાંતનું વર્ણન થઈ ગયું છે. (૪૨)
આવશ્યકમાં જિનભવનાદિનું પણ વિધાનઃसो खलु पुप्फाईओ, तत्थुत्तो न जिणभवणमाईवि । आईसद्दा वुत्तो, तयभावे कस्स पुष्फाई ॥ ४३ ॥
પ્રશ્ન :- +આવશ્યક સૂત્રમાં “વરથમ ઝ પુષ્પ, ધૂપ વગેરે દ્રવ્યસ્તવ છે એમ પુષ્પાદિને દ્રવ્યસ્તવ કહેલ છે, જિનભવન વગેરેને નહિ. જ્યારે અહીં તે જિનભવન, જિનમૂર્તિ વગેરેને પણ દ્રવ્યસ્તવ કહેલ છે. આનું શું કારણ?
* આ૦ સામાયિક અ૦ ભાષ્યગાથા ૧૯૬ + આ૦ સામાયિક અ૦ ભાષ્યગાથા ૧૯૩–૧૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org