SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૭થી૩૯ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૫ ? - “તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણું એ ૧૩ પદની આશાતના ત્યાગ, ભક્તિ (બાહ્ય ભક્તિ), બહુમાન (આંતરિક માન) અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનયક્ત કર એ વિનયના ૧૩૪૪ = ૫૨ ભેદ છે. કુલ એટલે અનેક ગણેને (ગચ્છોને) સમુદાય. ગણ એટલે એક આચાર્યને ગચ્છ ( સમુદાય). સ્થવિર એટલે સીદાતા સાધુઓને સ્થિર કરનાર. ગણી એટલે સાધુસમુદાયને અધિપતિ આગેવાન. બાકીના પદોને અર્થ સુગમ છે.” (૩૭). કાયોત્સર્ગથી દ્રવ્યસ્તવ રૂપ ઔપચારિક વિનય કરવા માટે જ * અરિહંત ચેઇઆણું ” એ વંદનાસૂત્રમાં “ પૂરિયાપ” ઈત્યાદિ પદેથી પૂજા આદિને ઉલ્લેખ છે. આથી સાધુને પણ (અનુમોદના આદિથી) દ્રવ્યસ્તવ સંગત છે. (૩૮) “TUવત્તિયા” વગેરે પદોથી પૂજન આદિનું ઉચ્ચારણ જે દ્રવ્યસ્તવ માટે ન હોય તે તે ઉચ્ચારણ નિરર્થક બને, * સમકિતના સડસઠ બેલમાં વિનયનું સ્વરૂપ આ પ્રમાણે છે - અરિહંત, સિદ્ધ, ચિત્ય (મદિર-મૂર્તિ), બત, ધર્મ (યતિ ધર્મ), સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (= સંઘ) અને દર્શન (સમ્યક્ત્વ) એ દશને ભક્તિ, પૂજા, પ્રશંસા, નિંદાત્યાગ આશાતનાત્યાગ. એમ પાંચ પ્રકારને વિનય કરે તે દર્શન વિનય છે. (પ્ર. સા. ૯૩૦-૩૧) સમક્તિના સડસઠ બોલની સઝાયમાં પૂજાને ભક્તિમાં સમાવેશ કરી ચાર પ્રકારે અરિહંતાદિ દશને વિનય જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy