________________
ગાથા-૩૫-૩૬
૬ સ્તવવિધિ—પંચાશક
: ૪૦૭ :
=
જિન ભવનનિર્માણ આદિને અને સમવસરણમાં બલિ વગેરેને નિષેધ કર્યો નથી, જે આદિનાથ ભગવાનને જિનભવનનિર્માણ આદિ અનુમત ન હેત તે તેને વિષયભોગની જેમ નિષેધ કર્યો હોત. (૩૫).
શલ્ય વગેરે દષ્ટાંતો આ પ્રમાણે છે :सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे पत्थेमाणा, अकामा जंति दुग्गई ॥
(ઉત્તરા૦ ૯-૫૩) “વિષયો શલ્ય સમાન છે, વિષય ઝેર સમાન છે, વિષયે આશીવિષ સાપ સમાન છે, વિષયોની ઈચ્છા પૂરી ન થવાથી વિષયે ભેગવ્યા વિના પણ વિષયોની ઈચ્છા માત્રથી જ દુર્ગતિમાં જાય છે.” (૩૫)
ભગવાને જિનભવન નિર્માણ આદિને અને સમવસરણમાં બલિ વગેરેનો નિષેધ ન કર્યો હોવાથી ભગવાનને તે અનુમત જ છે એમ (જે અનુમત ન હેત તે વિષયભોગની જેમ તેને નિષેધ કરત એવી) શાસ્ત્રયુક્તિથી સિદ્ધ થાય છે. એ પ્રમાણે સાધુઓને પણ જિનબિંબનાં દર્શનથી થતા પ્રમોદથી અને જિનબિંબાદિ કરાવનારની પ્રશંસાથી દ્રવ્યસ્તવ સંબંધી અનુમોદના સંગત છે. તથા જિનબિંબાદિ કરાવનારની પ્રશંસા દ્વારા અને જિનબિંબાદિ કરાવવાથી થતા લાભનું વર્ણન કસને બિબાદિ કરાવવાને ઉત્સાહ કરાવવા દ્વારા સાધુઓને દ્રવ્યસ્તવનું કરાવવું પણ સંગત છે. કારણ કે દ્રવ્યસ્તવમાં મુખ્યપણે મોક્ષનું સાધન બને તે જ ભાવલે (શેડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org