________________
: ૪૦૨ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૩૪થી ૬
कजं इच्छतेणं, अणंतरं कारणंपि इ8 तु । जह आहारजतित्ति, इच्छंतेणेह आहारो ॥ ३४ ॥
દ્રવ્યસ્તવથી ભગવબહુમાન રૂપ જે શેડો ભાવ થાય તે જ મુખ્યતયા ભગવાનને અનુમત- સંમત છે, અને તે ભાવલેશ દ્રવ્યસ્તવ વિના બીજા વેગથી થતું ન હોવાથી અપત્તિથી ગૌણ રૂપે દ્રવ્યસ્તવ પણ ભાવલેશની જેમ અનુમત છે. (૩૩) કાર્યની ઈચ્છાવાળાને અનંતર (જેનાથી સીધું કાર્ય થાય) કારણની ઈચ્છા થાય જ છે. જેમ કે, ભૂખ શમાવવાની ઈચ્છાવાળાને આહારની ઈરછા થાય જ છે. અર્થાત્ કાર્યની ઇચ્છામાં–અનુમતિમાં તેના અનંતર કારણની ઈચ્છા-અનુમતિ રહેલી જ હોય છે. આથી દ્રવ્યસ્તવ ભાવલેશનું અનંતર કારણ હોવાથી ભાવલેશની અનુમતિમાં દ્રવ્યસ્તવની અનુમતિ રહેલી જ છે, એટલે ભગવાનને ભાવલેશ અનુમત હેવાથી દ્રવ્યસ્તવ પણ અનુમત જ છે એ સિદ્ધ થાય છે. (૩૪).
ભગવાનને દ્રવ્યસ્તવ અનુમત છે એ વિષે ૩૧મી ગાથામાં કહેલી યુક્તિનું વિશેષ સમર્થન:जिणभवणकारणाइवि, भरहादीणं ण वारितं तेण । जह तेसि चिय कामा, सल्लविसादीहि णाएहिं ।। ३५ ॥ ता तंपि अणुमयं चिय, अप्पडिसेहाउ तंतजुत्तीए । इय सेसाणवि एत्थं, अणुमोयणमादि अविरुद्धं ॥ ३६ ॥
શ્રી આદિનાથ ભગવાને ભરત આદિને જેમ શલ્ય, વિષ ઈત્યાદિ દેખાતેથી વિષયભેગનો નિષેધ કર્યો, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org