SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬ : ૧ શ્રાવકધર્મ-પંચાશક ગાથા૩ = ઉદય હોય ત્યારે તે જ ભાવમાં મેક્ષે જનારા પણ જીવ અવશ્ય સમ્યગ્દર્શન પામતા નથી.” તેમ સમ્યકત્વ હોય ત્યારે શુશ્રુષાદિગુણો હોય છે એમ કહી શકાય. પ્રશ્ન - અહીં સમ્યકત્વ હોય ત્યારે શુશ્રુષાદિગુણે હોય છે એમ કહ્યું છે. તે ગુણેમાં દેવ-ગુરુની વૈયાવચ્ચના નિયમને પણ સમાવેશ છે. હવે પ્રશ્ન થાય છે કે વૈયાવચ્ચને નિયમ તપન ભેદ હોવાથી ચારિત્રના અંશરૂપ છે. ચારિત્રનો અંશ પાંચમા ગુણસ્થાને હોય છે. સમ્યક્ત્વની હાજરીમાં આ ગુણ અવશ્ય હોવાથી સમ્યક્ત્વવાળા બધા જ જીવોને પાંચમું ગુણસ્થાન આવશે એથી ચેાથું ગુણસ્થાન જ નહિ રહે. અર્થાત્ કેવળ સમ્યકત્વવાળે જીવ પણ દેશવિરત કહેવાશે. - ઉત્તર- વૈયાવચ્ચ નિયમ રૂપ ચારિત્ર અતિઅહ૫ પ્રમા માં હોવાથી અહીં તેની ચારિત્રરૂપે વિવક્ષા કરી નથી. જેમ સંમૂર્ણિમ (અસંજ્ઞી) જીવોમાં સંજ્ઞા હોવા છતાં અતિશય અ૯પપ્રમાણમાં લેવાથી તે અસંજ્ઞી જ કહેવાય છે. વિશેષ સંજ્ઞા હોય તેવા જ જીવને સંજ્ઞી કહેવાય છે. તે જ રીતે અહીં જેને મહાવ્રત કે અણુવ્રત આદિ વિશેષ ચારિત્ર હોય તેને જ વિરત કહેવાય છે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જેની પાસે માત્ર એક રૂપિયા હોય તે ધનવાન કહેવાતો નથી. તેમ વૈયાવચ્ચના નિયમરૂપ ચારિત્રવાળો ચારિત્રી ન કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy