________________
: ૩૮૨ :
૬ સ્તવવિધિ—પંચાશક
ગાથા-૮
પૂર્વપક્ષ – જિન સંબંધી અનુષ્ઠાન હોય તે આજ્ઞાથી વિપરીત હોય તે પણ દ્રવ્યસ્તવ છે. આથી અતિ-પ્રસંગ નહિ આવે, અર્થાત્ હિંસાદિ પાપની ક્રિયા દ્વવ્યસ્તવ નહિ બને. કારણ કે તે જિનસંબંધી નથી. - ઉત્તરપક્ષ –એમ માનવામાં જિનને ગાળ આપવી વગેરે નિંદ્ય ક્રિયા પણ દ્રવ્યસ્તવ બનશે. કારણ કે તે જિનસંબંધી છે.
પૂર્વપક્ષ-આજ્ઞાવિપરીત જિનસંબંધી અનુષ્ઠાન ઉચિત હોય તે જ દ્રવ્યસ્તવ છે, અર્થાત્ આજ્ઞાવિપરીત જિનસંબંધી ઉચિત જ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે. આથી જિનેને ગાળ આપવી વગેરે નિક્રિયા દ્રવ્યસ્તવ નહિ બને. કારણ કે તે ઉચિત નથી.
ઉત્તર પક્ષ - આમ માનવાથી આજ્ઞાની આરાધના જ છે-આતના ઉપદેશનું પાલન જ છે. કારણ કે ઉચિત આતની આજ્ઞાના પાલનરૂપ છે. આતની આજ્ઞાથી વિરુદ્ધ ઉચિત હોઈ શકે નહિ. જે અનુષ્ઠાન આપ્તની આજ્ઞાથી વિરુદ્ધ હોય તે ઉચિત હોઈ શકે નહિ, અને જે ઉચિત હોય તે આપ્તની આજ્ઞાથી વિરુદ્ધ હોઈ શકે નહિ. (૭)
ઉચિત કરવું એવી આપની આજ્ઞા છે:उचियं खलु कायव्वं, सव्वत्थ सया गरेण बुद्धिमता । इइ फलसिद्धी णियमा, एस चिय होइ आणति ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org