________________
ક ૧૪ :.
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૩
પ્રશ્નઃ-મિથ્યાત્વના સોપશમાદિથી થતા રુચિરૂપ આત્મપરિણામ સમ્યક્ત્વ છે તે અહીં તવાર્થની શ્રદ્ધાને સમ્યકૃત્વ કેમ કહેવામાં આવ્યું છે ?
ઉત્તર અહીં કાર્યમાં કારણને ઉપચાર કરીને તવાર્થશ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. સમ્યકત્વ એટલે કે રુચિરૂપ આત્મપરિણામ હોય ત્યારે જ તવાર્થ શ્રદ્ધા હોય. એટલે તત્વાર્થ શ્રદ્ધા હોય ત્યારે સમ્યક્ત્વ એટલે કે મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી થતો રુચિરૂપ આત્મપરિણામ અવશ્ય હોય છે. આથી જેનામાં તત્ત્વાર્થ શ્રદ્ધા હોય તેનામાં અવશ્ય સમ્યક્ત્વ હોય એ બતાવવા અહીં “કાર્યમાં કારણનો ઉપચાર” કરીને તવાઈશ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે.
પ્રશ્ન – અસદગ્રહ મિથ્યાત્વના ઉદયથી થતો હોવાથી અને સમ્યક્ત્વ હોય ત્યારે મિથ્યાત્વને ઉદય ન હોવાથી સમ્યક્ત્વ હોય ત્યારે અસદુગ્રહ ન હોય એ યુક્ત છે, પણ શુશ્રુષા વગેરે ગુણે જ્ઞાન અને ચારિત્રના અંશરૂપ હોવાથી જ્ઞાનાવરણય, ચારિત્રમોહ, અને વિયતરાય કર્મના ક્ષેપશામથી થતા હોવાથી માત્ર સમ્યક્ત્વની વિદ્યમાનતામાં કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર- સમ્યકત્વનું કારણ મિથ્યાત્વને ક્ષયપશમ છે. જ્યારે મિથ્યાત્વને ક્ષચોપશમ થાય છે ત્યારે તેની સાથે જ્ઞાનાવરણ અને અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્રમોહ આદિ કર્મોને ક્ષપશમ પણ અવશ્ય થાય છે. એ ક્ષયોપશમથી શુશ્રુષાદિ ગુણે પ્રગટે છે. આથી સમ્યક્ત્વ હોય ત્યારે શુશ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org