________________
ગાથા-૩
૧ શ્રાવકધર્મ-પંચાશક
લાષ (ઈચ્છા) છે. અપર્યાપ્ત અવસ્થામાં તથા સિદ્ધોમાં મન ન હોવાના કારણે કેઈ જાતને માનસિક અભિલાષા ન હોવાથી સમ્યકત્વ કેવી રીતે હોઈ શકે? જ્યારે આગમમાં અપર્યાપ્ત અવસ્થામાં અને સિદ્ધોમાં પણ સમ્યક્ત્વ હોય એમ કહ્યું છે. કારણ કે શાસ્ત્રોમાં સંસારી જીમાં સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ (સાધિક) ૬૬ સાગરોપમ કહ્યો છે. એક ભવમાં આટલો કાળ ન ઘટી શકે. એકથી વધારે ભાવમાં આટલે કાળ ઘટે. જીવ સમ્યકત્વ સહિત બીજા ભવમાં જાય ત્યારે પ્રારંભમાં અંતમુહૂર્ત સુધી અપર્યાપ્ત જ હોય છે. આમ અપર્યાપ્ત અવસ્થામાં સમ્યક્રવ હોય તે જ સમ્યકુત્વને ઉક્ત કાળ ઘટી શકે છે. તથા સિદ્ધોમાં સમ્યકત્વને સાદિ-અનંત કાળ કહ્યો છે. આથી જિનેક્ત તત્તની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આગમનો વિરોધ આવે છે.
ઉત્તર-આમાં આગમવિરોધ નથી. તે આ પ્રમાણે – તત્વાર્થ શ્રદ્ધા સમ્યક્ત્વનું કાર્ય છે. મિથ્યાત્વના ક્ષપશમાદિથી તે ચિરૂ૫ આત્મપરિણામ સમ્યક્ત્વ છે. કહ્યું છે કે;- તે ક્ષણે થતwત્તમચાણુચરसमवयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्त “વિશુદ્ધ સમ્યક્ત્વમેહનીય કર્મના ઉદયથી, ઉપશમથી કે ક્ષયથી પ્રગટેલા અને શમ-સંવેગ આદિ લિંગથી જણાતા શુભ આત્મપરિણામને સમ્યક્ત્વ કહ્યું છે.”
આ રીતે સમ્યક્ત્વ આત્મપરિણામ રૂપ હોવાથી મનરહિત સિદ્ધોમાં અને અપર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org