________________
ગાથા-૨૮થી ૩૦ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૫૩ :
--
-
પાન આહારનું સ્વરૂપ - पाणं सोचीरजवोदगाइ, चित्तं सुराइंगं चेव । आउकाओ सव्वा, ककडगजलाइयं च तहा ॥ २८ ॥
(રોવર=) કાંજી, જવ વગેરે અનાજના ધોવણનું પાણી, વિવિધ પ્રકારને દારૂ વગેરે, વાવ વગેરેનું સઘળું પાણી, ચીભડા વગેરેની અંદર રહેલું પાણી, ખજૂર, દ્રાક્ષ, આમલી વગેરેનું તથા કેરી વગેરે ફળના ધોવણનું પાણી વગેરે પાન જાણવું. (૨૮) ખાદિમ આહારનું સ્વરૂ૫:भत्तोसं दन्ताई, खजूरं नालकेरदक्खादी । ककडिगंबगफणसाइ बहुविहं खाइमं णेयं ॥ २९ ॥
(મો) સેકેલા ચણું ઘઉં વગેરે અનાજ, (હંતા=) ગુંદર વગેરે, ખજૂર, નાળિયેર, દ્રાક્ષ (બદામ વગેરે મેવો) વગેરે, કાકડી, કેરી, પનસ (કેળાં વગેરે ફળો) વગેરે અનેક પ્રકારનું ખાદિમ જાણવું. (૨૯).
સ્વાદિમ આહારનું સ્વરૂપदंतवणं तंबोलं, चित्तं तुलसी कुहेडगाई य । महुपिपलिसुंठाई, अणेगहा साइमं होई ॥ ३० ॥
બાવળ વગેરેનું દાતણ, નાગરવેલનાં પાન, સોપારી, એરસાર, એલચી, લવંગ, +કક્કોલ, કપૂર આદિ સુગંધી દ્રવ્યના
કક્કોલ કેઈ સુગંધી વસ્તુ વિશેષ છે. ૨૩. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org