________________
ગાથા-૨૫-૨૬ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૫૧ ૪
સ્વીકારતી વખતે નિરપવાદ જ સામાયિકના પરિણામ હેય છે. આથી સામાયિકમાં આગારો નથી કહ્યા. સામાયિકમાં આગાર કેમ નથી એ વિષયની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. (૨૪)
૪ ભેદદ્વાર આહારના ચાર ભેદआहारजाइओ एस एस्थ एक्को वि होति चउभेओ । असणाइ जाइभेया, णाणाइपसिद्धिओ यो ॥ २५ ॥
જાતિની અપેક્ષાએ (જેનું ભક્ષણ કરાય તે આહાર એ દષ્ટિએ ) આહાર એક જ હોવા છતાં પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તેના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર ભેદ જાણવા જેઈએ.
પ્રશ્ન-એશનાદિ ચાર ભેદો જાણવાની શી જરૂર છે ?
ઉત્તર-(કાળા =) જ્ઞાનાદિની સિદ્ધિ માટે ચાર ભેદ જાણવાની જરૂર છે. અર્થાત્ આહારના ભેદનું જ્ઞાન થવાથી દુવિહાર વગેરે જે પ્રત્યાખ્યાન કરવાનું છે તેનું બરોબર જ્ઞાન થાય અને તે પ્રમાણે શ્રદ્ધા, પાલન વગેરે થાય. જેનું જ્ઞાન જ ન હોય તેની શ્રદ્ધા વગેરે શી રીતે થાય ? આથી દુવિહાર વગેરે પ્રત્યાખ્યાનનું જ્ઞાન વગેરે થાય એ માટે આહારના ચાર ભેદ જાણવા જોઈએ. (૨૫) આહારના ચાર ભેદના વર્ણનથી જ્ઞાનાદિની સિદ્ધિ:– णाणं सद्दहणं गहण पालणा विरतिवुढि चेवत्ति । होइ इहरा उ मोहा, विवजओ भणियभावाणं ॥ २६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org