________________
ગાથા-૨૪
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
: ૩૪૯ :
અતિશય સિદ્ધિ થાય છે. ( ક) અપવાદને આશ્રય ન લેવામાં (વા સુક) સાધુનું સામાયિક અને સુભટની વિજયેચ્છા મૂઢતા તુલ્ય જ છે. કારણ કે ઉપાયથી જ તેની સિદ્ધિ થઈ શકે. આગાર સહિત પ્રત્યાખ્યાનને સ્વીકાર સમભાવને ઉપાય છે. યુદ્ધમાં પ્રવેશ-નિગમ વગેરે અપવાદોને સ્વીકાર શત્રુવિજયનો ઉપાય છે. (૨૩). સામાયિકમાં પતનનો સંભવ છતાં અપવાદો કેમ નહિ તેનું સમાધાનઃउभयाभावे वि कुतो, वि अग्गओ हंदि एरिसो चेव । तकाले तब्भावो, चित्तखओवसमओ यो ॥ २४ ॥
પ્રશ્ન:-સામાયિક સુભટભાવ તુલ્ય હોવા છતાં કાલાંતરે કોઈ જીવના પતનને સંભવ તો ખરો જ. આથી અપવાદ સહિત સામાયિકનો સ્વીકાર કરે યોગ્ય છે.
ઉત્તર:-(ગોત્ર) કાલાંતરે (સાધુના પક્ષમાં સામાયિક લીધા પછી તેનું પાલન કરતી વખતે, સુભટના પક્ષમાં યુદ્ધ કરતી વખતે) (ાતોષિક) કેઈ કારણથી (સાધુના પક્ષમાં પરીષહ વગેરે અને સુભટના પક્ષમાં શત્રુ ભય વગેરે કારણથી) (૩મક) બંનેનો અભાવ થાય તે પણ =મરણ અને શત્રુ જય* એ બંને ન થાય તે પણ, અર્થાત્ મરવું યા શત્રુજય કરે એવા પરિણામને ભંગ થાય તો પણ, (
ત ક) તેને સ્વીકાર કરવાના સમયે (સાધુના પક્ષમાં સામાયિકનો સ્વીકાર કરતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ
*સાધુના પક્ષમાં ભાવ શત્રુ સમજવા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org