________________
: ૩૩૬ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૩ તે વ્રતભંગ થાય. આથી આગાર ન હોય તે આવા સંગમાં અસમાધિ કે વ્રતભંગ થાય બનેથી અશુભ કર્મબંધ વગેરે નુકશાન થાય. પણ જે આગારો હેય તે ઔષધનું સેવન કરી શકાય. આગારોથી ઔષધનું સેવન કરવા છતાં વ્રતભંગ ન થાય. એટલે આગારોથી સમાધિ જળવાય અને વ્રતભંગ પણ ન થાય એ બંને લાભ થાય. આ રીતે દરેક પ્રત્યાખ્યાન માટે સમજવું. આમ લાભાલાભને વિચાર કરીને અધિક લાભ થાય તેમ વર્તવું જોઈએ. માટે જ પ્રત્યાખ્યાનોમાં આગારો રાખવામાં આવ્યા છે. (૧૨)
(૩) સામાયિક દ્વાર સાધુઓને પણ પ્રત્યાખ્યાન લાભકારી છેसामइये वि हु सावजचागरूवे उ गुणकरं एयं । अपमायवुढिजणगत्तणेण आणाउ विण्णेयं ॥ १३ ॥
પ્રશ્ન-પ્રત્યાખ્યાન પાપથી બચવા માટે છે. સાધુઓએ સર્વ પાપવ્યાપારોના ત્યાગરૂપ સામાયિકનો સવીકાર કર્યો છે. સામાયિકમાં બધા ગુણે આવી જાય છે. આથી જ કોઈક કહે છે કે
रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥
“જે આત્મામાં રાગદ્વેષ ભરેલા હોય તો તપથી શા લાભ થવાને ? અને જે રાગદ્વેષ ન હોય તે તપ કરવાની જરૂર જ નથી. અથૉત્ તપ બિનજરૂરી છે. આથી સાધુઓને પ્રત્યાખ્યાનથી વિશેષ લાભ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org