________________
: ૩૩૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧
માંસ કે માખણના પીલવૃક્ષના મોર+ જેવડા નાના ટુકડાઓથી મિશ્રિત કરેલી વસ્તુ વિગઈ ન કહેવાય. આટલા નાના ઘણા ટુકડાઓથી મિશ્રિત કરી હોય તે ય તે વસ્તુ વિગઈ ન ગણાય. પણ તેનાથી મોટા એક જ ટુકડાથી મિશ્રિત કરી હોય તો વિગઈ ગણાય.” (૨૨૩).
પ્રશ્ન-વિગઈપરિમાણ વગેરેના પ્રત્યાખ્યાનમાં આગારો કેટલા સમજવા ?
ઉત્તર-વિગઈ પરિમાણમાં નીવીના, સાપરિસીમાં પોરિસીના, અવમાં પુરિમના, બિયાસણામાં એકાસણાના અને તિવિહાર-વિહારમાં ચેવિહારના આગારો સમજવા. કારણ કે પિરિસી-સાફૅપરિસી વગેરેમાં પરસ્પર શબ્દ વગેરેની સમાનતા છે.
અહીં કેટલાક આચાર્યોનું મંતવ્ય છે કે બિયાસણ વગેરેને પ્રત્યાખ્યાન માનવામાં પ્રત્યાખ્યાનેાની મૂલ (દશ) સંખ્યા તૂટી જાય છે. આથી પ્રત્યાખ્યાને દશ જ માનવા જોઈએ. હવે જે એકાસણું કરવા અસમર્થ છે અને બે વખ તથી વધારે વાર ભોજન કરવું નથી, અથવા સાપરિસી સુધી ખાવાની ઈચ્છા નથી, તે એકાસણું કે પરિસી આદિનું પ્રત્યાખ્યાન કરે અને (વધુ લાભ મેળવવા) તેની સાથે ગઠિસહિયં (આદિ) પ્રત્યાખ્યાન કરે તે યોગ્ય છે. [ગઠિસહિય આદિ પ્રત્યાખ્યાનથી પણ મહાન લાભ થાય છે.]
+आर्द्रामलकं तु पीलुमयूर इति संप्रदाय:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org