________________
: ૧૦ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૨
પણાનું કારણ કુળ નથી, કિ, વિશિષ્ટ ક્રિયા (અહીં જણાવ્યા મુજબ જિનવચનશ્રવણની ક્રિયા) છે. આથી ઉક્ત રીતે જે કોઈ જિનવચનશ્રવણની ક્રિયા કરે તે શ્રાવક બની શકે છે.
નિળયા=જિનવચનને એ પદથી એ સૂચિત કર્યું છે કે જિન સિવાય બીજાનાં વચનો પ્રામાણિક ન હોવાથી તેનાથી ધર્મ-મોક્ષરૂપ કાર્ય સિદ્ધ ન થતું હોવાથી સાંભળવાયેગ્ય નથી.
પ્રશ્ન – જિનવચન પરલોકહિતકર જ છે આથી જિનવચનને સાંભળે એટલું જ ન કહેતાં પહેલેકહિતકર જિનવચનને સાંભળે એમ શા માટે કહ્યું ? - ઉત્તર – અપેક્ષાએ તિષશાસ્ત્ર વગેરે પણ પરલોકહિતકર છેતથા જિન સિવાય અન્ય દશનકારોનાં વચને પણ પલેકહિતકર છે. આથી જ કહ્યું છે કે
जे जत्तिया अ हेऊ, भवस्स ते चेव तत्तिया मुक्खे । गणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ।
મનિ૧૪ જે અને જેટલા સંસારના હેતુઓ છે તે અને તેટલા જ મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણોથી અસંખ્યક સમાન રૂપે ભરેલા છે. અર્થાત્ સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણે સમાન પણે અસંખ્ય છે.”
જયોતિષશાસ્ત્ર વગેરે અને અન્ય દર્શનકારનાં વચને પરલોકહિતકર છે, પણ પરંપરાએ, સાક્ષાત નહિ. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org