________________
૬ ૩૨૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી ૧૧
ઉત્તરઃ- તેમાં ઉપવાસનો રાગાદિ પાપોને ઘટાડવાનો જે હેતુ છે તે સિદ્ધ થતું ન હોવાથી તથા આચરણ ન હોવાથી ન થાય.
ઉપવાસમાં નવકારશીના બે, પુરિમના છેલ્લા બે અને પારિવણિયાગારેણું એ પાંચ આગારે છે. આ પાંચેનું વર્ણન થઈ ગયું છે. પણ પારિદ્રાવણિયાગારેણું આગારમાં આટલું વિશેષ છે કે- તિવિહાર ઉપવાસ કર્યો હોય તે પાણી પીવાની છૂટ હેવાથી વધેલું ભેજન વાપરી શકાય. જે વિહાર ઉપવાસ હોય તે ભજન પાણી બંને વધ્યાં હોય તો જ વાપરી શકાય. કારણ કે જે પરઠવવું પડે તે જ વાપરવાની છૂટ છે. પાણી ન વધ્યું હોય તે પરઠવું પડે તેમ ન હોવાથી વિહાર ઉપવાસમાં પાણી ન વાપરી શકાય.
પ્રશ્ન:- ચાવિહાર ઉપવાસમાં એકલો આહાર લેવો હોય તો એકલે આહાર વાપરે, પાણી ન વાપરે. આથી ભજન પાણી બંને વધ્યા હોય તે જ વાપરી શકાય એ નિયમ ન રહે.
ઉત્તર:- પાણી વિના એકલો આહાર વાપરવાથી અજીર્ણ આદિ દોષોને સંભવ હોવાથી એકલો આહાર વાપરવાને નિષેધ છે.
(૮) પાણીના આગારે – મુનિઓને સર્વથા અચિત્ત પાણી પીવાનું હોય છે. ગૃહસ્થને પણ એકાસણુ આદિમાં • + પૂર્વે સાધુએ રાત્રે પાણું રાખતા ન હતા. એથી ક્યારેક પાણી વધી જવાથી પરઠવવાને પ્રસંગ પણ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org