________________
ગાથા–૧
૧ શ્રાવકધર્મ-પંચાશક
અહીં રાધિકા ઘટ્ટમા=શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને એ પદેથી મંગલ કરવામાં આવ્યું છે. સારાપન્ન થોડું શ્રાવકધર્મને કહીશ એ પદેથી અભિધેય જણાવ્યું છે. તમામ = સંક્ષેપથી એ પદથી પ્રોજન જણાવ્યું છે. પૂર્વાચાર્યોએ શ્રાવકધર્મને જણાવનારા ગ્રંથની રચના કરી છે તે તમારે રચના કરવાની શી જરૂર છે આવા પ્રશ્નના ઉત્તર માટે અમારોસંક્ષેપથી એમ જણાવ્યું છે. પૂર્વાચાર્યોએ વિસ્તારથી કહ્યું છે. હું મંદબુદ્ધિવાળા જીના અનુગ્રહ માટે સંક્ષેપથી કહીશ. સંક્ષિપ્ત ગ્રંથનું પઠન આદિ સુખપૂર્વક અને જલદી થઈ શકે વગેરે કારણોથી શ્રોતાઓ વિસ્તૃત ગ્રંથને છેડીને આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરે. મારાચંક ભાવાર્થથી (રહસ્યાર્થથી) ચુત એ પદથી પણ પ્રયોજન જણાવ્યું છે. વાચકવર્યશ્રી ઉમાસ્વાતિ મહારાજ વગેરેએ સંક્ષેપમાં સમ્યક્ત્વાદિ શ્રાવકધર્મ કહ્યો છે, તો તમારે કહેવાની શી જરૂર છે એ પ્રશ્નના ઉત્તર માટે માથરથરંગચં=ભાવાર્થ થી ચુક્ત એ પદ . પૂર્વાચાર્યોએ તે અતિચારે વગેરેના જે અર્થો બતાવ્યા છે તે ગંભીર–ગહન છે. તેમાંથી જે અર્થો મંદબુદ્ધિવાળા શિને મુશ્કેલીથી સમજાય તેવા છે તે અને ભાવાર્થ-તાત્પર્યાથે આમાં કહેવામાં આવશે. આથી પણ શ્રોતાઓ અન્ય (કઠીન) ગ્રંથને ત્યાગ કરીને આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરશે.
માનતા નથી વગેરે ચર્ચા સર્વસાધારણ ઉપયોગી ન હોવાથી અહીં (ટીપણમાં) કરી નથી. વિદ્વાનોએ દર્શન સમુરચય, રત્નાકર અવતારિકા વગેરે ગ્રંથોમાંથી તે ચર્ચા જોઈ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org