________________
: ૬ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૧
- તે રીતે જે ગ્રંથમાં પ્રયોજન (=ગ્રંથ રચનાનું કારણ) ન બતાવ્યું હોય તે ગ્રંથમાં પણ બુદ્ધિમાન પુરુષે કાંટાવાળી ડાળના મદનની જેમ પ્રવૃત્તિ ન કરે. શિષ્ટાચારપાલન માટે સંબંધ આદિ ત્રણ
પ્રશ્ન – અસર્વજ્ઞ અને અવીતરાગ (રાગી) નાં વચન અસત્ય પણ હોય. એથી સંબંધ વગેરેના નિર્ણય વિના બુદ્ધિમાન પુરુષોની સંબંધ આદિથી પ્રવૃત્તિ ભલે ન થાય, પણ સંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. જે ગ્રંથમાં સંબંધ આદિ ત્રણ ન હોય તે ગ્રંથમાં પણ સંશય થાય છે. અર્થાત્ આ ગ્રંથ સર્વજ્ઞ–વીતરાગ દેવના વચનને અનુસરનારો હશે ઈત્યાદિ સંશયથી ગ્રંથમાં પ્રવૃત્તિ થાય છે. એટલે સંબંધાદિને નિર્દેશ શ્રોતાઓની પ્રવૃત્તિમાં (એકાંતે) કારણ નથી.
ઉત્તર - તમારી વાત સત્ય છે, તે પણ સંબંધાદિને નિદેશ નિરર્થક નથી. કારણ કે સંબંધાદિના નિર્દેશથી શિષ્ટાચારનું પાલન થાય છે. શાસ્ત્રકારે પ્રાયઃ સંબંધાદિના નિર્દેશ પૂર્વક શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ કરે છે, એવું દેખાય છે. સર્વથા વચનપ્રામાણ્યને સ્વીકાર નહિ કરનારા બૌદ્ધોઝ પણ સંબંધાદિના નિદેશપૂર્વક શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ કરે છે. આથી સંબંધાદિ ત્રણને નિદેશ શિષ્ટાચારના પાલન માટે છે.
& કાંટાવાળી ડાળને મર્દનથી કોઈ લાભ ન થતા હોવાથી સમજુ તેમાં પ્રવૃત્તિ ન કરે. તેમ પ્રજનના નિદેશ વિના ગ્રંથના અધ્યયનાદિના આ લાભનું જ્ઞાન ન થવાથી પ્રવૃત્તિ ન થાય.
૪ બૌદ્ધો શબ્દને પ્રમાણ માનતા નથી. બૌદ્ધો શબ્દને કેમ પ્રમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org