SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૫ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૮૫ (તરામાજિક) પ્રાર્થનીય ભવનિવેદાદિ ગુણેને અભાવ હોય ત્યાં સુધી આ પ્રણિધાન (-માગણ) ચોગ્ય છે. પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણે આવી ગયા પછી માગણી કરવાની રહેતી નથી. કારણ કે જે વસ્તુ ન મળી હોય તે તેની માગણી કરવાની હોય છે, મળી હોય તેની નહિ. ( ત wm=) કેટલાક આચાર્યોનું કહેવું છે છે કે- પ્રાર્થનીય ભવનિવેદાદિનું અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષા કે મોક્ષરૂ૫ ફળ ન મળે ત્યાં સુધી આ માગણી કરવી એગ્ય છે. આ મત પણ બરોબર છે. બંનેનો ભાવ એક જ છે. કારણ કે ભવનિર્વેદાદિ ગુણે ઉચ્ચકોટિના બને ત્યારે જ અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચ કક્ષા કે મોક્ષ મળે છે. અહીં ભવનિવેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ માગણી ગ્ય છે એનો ભાવ એ છે કે ઉચકેટિના ભવનિર્વેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ માગણી યોગ્ય છે. ભવનિવેદાદિ ગુણે ઉચ્ચકોટિના બને ત્યારે અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચકક્ષા કે મોક્ષ મળ્યા વિના રહે નહિ. એટલે ભવનિવેદાદિ ગુણે ન આવે ત્યાં સુધી આ પ્રાર્થના એગ્ય છે અને ભવનિવેદાદિગુણેનું અપ્રમત્તાવસ્થા આદિ ઉચ્ચકક્ષા કે મોક્ષ રૂ૫ ફળ ન મળે ત્યાં સુધી આ પ્રાર્થના યોગ્ય છે એ બંનેને ભાવ સમાન છે. પ્રશ્ન:-આનો ભાવ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ પ્રાર્થના યોગ્ય છે, પછી નહિ. આ બરાબર છે ? ઉત્તર-હા. (અvમત્તરંગવાળું માર) અપ્રમત્તગુણસ્થાનની પહેલાં, અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાન સુધી આ પ્રાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy