________________
: ૨૮૪ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૩૫
-
-
-
विशुद्धभावनासारं, तदर्थापितमानसम् । यथाशक्ति क्रियालिङ्ग, प्रणिधानं मुनि गौ।
તે તે વિષયમાં વિશુદ્ધભાવનાપ્રધાન મનની એકાગ્રતાને-સમર્પણભાવને મહર્ષિઓ પ્રણિધાન કહે છે.” ચિત્તની એકાગ્રતા પ્રણિધાન છે. પણ ગમે તેવા- અશુભ ભાવના. યુક્ત મનની એકાગ્રતા અહીં અભિપ્રેત નથી. માટે કહ્યું છે કે- વિશુદ્ધભાવના પ્રધાન મનની એકાગ્રતા પ્રણિધાન છે.
અહીં પ્રશ્ન થાય કે વિશુદ્ધભાવના કે અવિશુદ્ધભાવના આંતરિક ભાવ હોવાથી છદ્મસ્થ જીવને દેખાય નહિ. તો અમુક વ્યક્તિમાં પ્રણિધાન છે કે નહિ તે શી રીતે જાણી શકાય? આ પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું છે કે કથા રિદિ= પ્રણિધાન શક્તિ મુજબની બાહ્ય ક્રિયાએથી જાણ શકાય છે.” આને અર્થ એ થયો કે જેનામાં પ્રણિધાન હોય તેનામાં કેવળ આંતરિક ભાવ જ હેય એમ નહિ, કિંતુ શક્તિ મુજબ બાહ્ય ક્રિયા પણ હોય. આથી પ્રણિધાન કેવળ આંતરિક ભાવ રૂપ નથી, કિંતુ બાહ્મક્રિયારૂપ પણ છે. કારણ કે જયાં આંતરિક ભાવ પેદા થાય છે ત્યાં શક્તિ મુજબ બાહ્યક્રિયા પણ થાય છે. આથી એકલા ધ્યાન ઉપર ભાર મૂકનારાઓને આ વિષય વિચારવાની જરૂર છે. (૩૩-૩૪) પ્રણિધાનની કક્ષા –
उचियं च इमं गेयं, तस्सामावम्मि तप्फलस्मण्णे। अपमत्तसंजयाणं, आराऽण भिसंगओण परे॥३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org