________________
: ૪ :
૧ શ્રાવકધર્મપંચાશક
ગાથા-૧
સંભવ હોવાથી તેની તે ગ્રંથમાં પ્રવૃત્તિ ન થાય. ગ્રંથમાં મંગલવાક્યને ઉલ્લેખ કરવાથી પ્રમાદી શિષ્ય પણ મંગલ વાક્યના પાઠપૂર્વક અધ્યયન આદિ કરે. એ મંગલવચનથી થયેલા દેવસંબંધી શુભ ભાવથી, વિદને દુર થવાથી શાસ્ત્રમાં નિર્વિન પ્રવૃત્તિ થાય છે. ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર કરવાથી બીજે લાભ એ થાય છે કે આ શાસ્ત્ર અમુક દેવે કહેલા આગમને અનુસરનારું છે માટે ઉપાદેય છે એવી બુદ્ધિ થાય છે. આથી શિષ્ય તેમાં પ્રવૃત્તિ કરે છે. આમ શિષ્ય પ્રવૃત્તિ માટે પણ ગ્રંથના પ્રારંભમાં મંગલવાક્યને ઉલેખ કરવાની જરૂર છે. કહ્યું છે કે –
मंगलपुव्वपत्तो, पमत्तसीसोवि पारमिह जाइ । सत्थे विसेसणाणा, तु गोरवादिह पयट्टेजा ॥१॥
“ગ્રંથના પ્રારંભમાં મંગલવચનના ઉલ્લેખથી પ્રમાદી શિષ્ય પણ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરીને શાસ્ત્રના પારને પામે છે, તથા વિશેષ પ્રકારના (આ શાસ્ત્ર અમુક દેવે કહેલા આગમને અનુસરનારું છે એવા) જ્ઞાનથી ગૌરવપૂર્વક શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે.”
શિષ્ટાચારપાલન માટે મંગલપ્રશ્ન-પ્રારંભમાં મંગલવચનના ઉલેખ વિના પણ ઘણાં શા પૂર્ણ થયેલાં દેખાતાં હોવાથી અને તે શાસ્ત્રોમાં શ્રોતાઓની પ્રવૃત્તિ પણ દેખાતી હોવાથી મંગલ વિના પણ ચાલી શકે છે. આથી ગ્રંથનું કદ વધારનાર આ મંગલવચનની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org