________________
: ૨૬૪ :
૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૨૧-૨૨
भुवणगुरूण जिणाणं, तु विसेसउ एयमेव दट्टव्वं । ता एवं चिय पूया, एयाण बुहेहि कायया ॥२२॥
લોકમાં પણ દેખાય છે કે જે સેવકે પિતાના સ્વામી રાજા આદિનું કાર્ય આદરથી કરે છે તે સેવકોને (સ્વામી પ્રસન્ન થવાથી) સેવાનું ફળ મળે છે. જે પોતાના સ્વામીનું કાર્ય અનાદરથી કરે છે તેમને સેવાનું ફળ મળતું નથી માત્ર શારીરિક-માનસિક કષ્ટને જ અનુભવ થાય છે. સેવક સ્વામીની સેવા કેવી રીતે કરે છે એ અંગે કહ્યું છે કે
बंधित्ता कासवओ, वयणं अडग्गुणाइ पोत्तीए । पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भया चेव ।।
શ્રા. દિ૧૪૭ “હજામ આજીવિકા માટે રાજાના કેપના ભયથી આઠ ગુણ ( આઠ પડવાળા) વસ્ત્રથી મુખ બાંધીને રાજાની હજામત વગેરે સેવા કરે છે.”
જે નાના દેશના માલિક રાજા વગેરેની પણ આ રીતે આદરથી સેવા કરવામાં આવે તે જ ફળ મળે તે ત્રણ ભુવનના નાથ એવા જિનેશ્વર દેવની પૂજા તો સુતરાં આદરપૂર્વક કરવામાં આવે તે જ ફળ મળે. આથી બુદ્ધિમાન પુરુષોએ જિનેશ્વરની પૂજા આદરપૂર્વક જ કરવી જોઈએ(૨૧-૨૨)
૪ વ્ય૦ ઉ૦ ૯ ગા૦ ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org