________________
ગાથા-૨૧-૨૨ ૪ પૂજાવિધિ પંચાશક
: ર૬૩ ?
જોઈએ કે જેથી તેનો દેખાવ સુંદર બને. પુષ્પમાલા એવી રીતે પહેરાવવી જોઈએ કે જેથી સુંદર દેખાય અને દર્શન કરનારને ભાલ્લાસનું કારણ બને. કેશરપૂજા કેશરના રેલા ન ચાલે અને પૂજા કરવાના ભાગ સિવાય બીજે કેશરના ડાઘ ન લાગે તેમ કરવી જોઈએ. આદરથી પૂજા કરવામાં આવે તે જ આ બની શકે. ૩(૨) પૂજા કરતી વખતે પૂજા સિવાયની બીજી કોઈ ક્રિયા નહિ કરવી જોઈએ. યાવત્ પિતાની કાયાને ખંજવાળવાની પણ ક્રિયા નહિ કરવી જોઈએ. (૧૯)
(૩) મુખકેશથી નાસિકા બાંધીને પૂજા કરવી જોઈએ, જેિથી દુર્ગધી શ્વાસોચ્છવાસ, થુંક આદિ પ્રભુને ન લાગે.] નાસિકા બાંધવાથી અસમાધિ થતી હોય તે નાસિકા બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે. (૪) પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું, નાકમાંથી લેમ કાઢવાં, વિકથા કરવી વગેરે ક્રિયાને ત્યાગ કરવો જોઈએ. (૨૦) પૂજમાં આદરની પ્રધાનતાનું કારણ:
भिच्चा वि सामिणो इय, जत्तेण कुणंति जे उ सणिओगं। .. होंति फलभायणं ते, इयरेसि किलेसमित्तं तु ॥२१॥
ગક બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટની સાંકળ. તેને ન છૂટકે જ ઉપયોગ કરવો જોઈએ. આથી મુખકેશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તે પણ તે તકલીફ સહન થઈ શકતી હોય તે મુખ બાંધીને જ પૂજા કરવી જોઈએ. તકલીફના કારણે અસમાધિ થતી હોય તો જ છૂટ લેવી જોઈએ.
મુખકેશ બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે” એવું જાણીને વગર કારણે મુખકેશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાને ભાગી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org