________________
૨૬૨ :
૪ પૂજાવિધિ-પંચાશક ગાથા-૧૯-૨૦
ઉત્તમ દ્રવ્યોથી ઉત્તમ ભાવ થતું હોવાથી બુદ્ધિમાન પુરુષે સ્વસંપત્તિ અનુસાર પુષ્પ આદિ ઉત્તમ સામગ્રીથી અને જિનેશ્વર ભગવાન ઉપર બહુમાનપૂર્વક જિનપૂજા કરવી જોઈએ.
જિનેશ્વર ભગવાન બીજાઓએ પોતાના ઉપર ઉપકાર ન કર્યો હોવા છતાં બીજાઓના હિતમાં તત્પર રહે છે. મોક્ષને આપનારા છે, ઇદ્રોથી પૂજાયેલા છે, હિતકામી જીએ પૂજવા લાયક છે, જિનેના (કેવળીના) પણ નાથ છે, તેમની પૂજાથી જીવ નાથ બની જાય છે, ઈત્યાદિ ભાવનાથી પૂજા કરવી એ જિનેશ્વર પ્રત્યે બહુમાન છે.
બુદ્ધિમાન પુરુષ જ સ્વીકારવા લાયક વસ્તુને સ્વીકાર કરી શકે છે. માટે અહીં “બુદ્ધિમાન એમ કહ્યું છે. (૧૮)
૪ વિધિદ્વાર વિશેષવિધિ–
एसो चेव इह विही, विसेसओ सब्वमेव जत्तेणं । जह रेहति तह सम्म, कायव्वमणण्णचेठेणं ॥१९|| वत्थेण बंधिऊणं, णासं अहवा जहासमाहीए । વજોયવંતુ તદ્દા, સેમિ નિ યામા રબા
જિનપૂજામાં સામાન્યથી અહીં (સુધી ચોથીથી ૧૮ મી ગાથા સુધીમાં) જે વિધિ બતાવ્યો છે તે જ છે. વિશેષથી વિધિ આ (૧૯મી અને ૨૦મી ગાથામાં જણાવેલ છે તે) પ્રમાણે છે – (૧) પૂજા તેવા આદરથી કરવી જોઈએ, જેથી પૂજાની વસ્તુ શોભે. (જેમ કે પુપો એવી રીતે ચઢાવવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org