________________
ગાથા-૨૩-૨૪ ૪ પૂજાવિધિ—પંચાશક
૫ સ્તુતિ-સ્તોત્ર દ્વાર જિન ઉપર બહુમાન થવાનાં કારણે –
बहुमाणो वि हु एवं, जायइ परमपयसाहगो णियमा। सारथुइथोत्तसहिया, तह य चितियवंदणाओ य ॥२३॥
(9) ૧૯-૨૦મી ગાથામાં કહેલી વિધિ પ્રમાણે જિનપૂજા કરવાથી જિન પ્રત્યે બહુમાન પણ જાગે છે. જિન પ્રત્યે જાગેલા બહુમાનથી નિયમા મોક્ષની પ્રાપ્તિ થાય છે. સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી સહિત ચિત્યવંદનથી પણ જિન ઉપર બહુમાન જાગે છે. એક શ્લોકને સ્તુતિ અને ઘણું 2લોકોને સ્તોત્ર કહેવામાં આવે છે. (૨૩). સ્તુતિ-સ્તોત્ર કેવાં જોઈએ તેનું પ્રતિપાદન:
सारा पुण थुइथोत्ता, गंभीरपयत्थविरइया जे उ । सब्भूयगुणुकित्तणरूवा, खलु ते जिणाणं तु ॥२४॥
સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. જેમાં ગંભીર અર્થે ભરેલા હોય અને સદ્ભૂત (-સાચા) ગુણોનું ધન હોય તેવાં સ્તુતિ-સ્તો સારભૂત છે. જેમ કે –
पडिवण्णचरिमतणुणो, अइसयलेसंपि जस्स दट्टणं । भवहुत्तमणा जायंति, जोइणो तं जिणं नमह ।।
“ચરમ શરીરને ધારણ કરનાર અને જેના અ૯પ પણ અતિશયને જોઈને સંસાર તરફ મુખવાળા પણ જીવે ગી બની જાય છે તે જિનને નમસ્કાર કરે”
૪ વિધિપૂર્વક પૂજાથી જેમ પૂજાનું ફળ મળે છે તેમ જિન ઉપર - બહુમાન પણ થાય છે” એમ પણ શબ્દને સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org