________________
ગાથા-૧૪-૧૫ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૫૭ :
૩ પૂજા સામગ્રી દ્વાર गंधवरधूवसयोसहीहि उदगाइएहि चित्तेहिं । सुरहिविलेवणवरकुसुमदामबलिदीवएहिं च ॥१४॥ सिद्धत्थयदहि अक्खयगोरोयणमाइएहि जहलाभं । कंचणमोनियरयणाइदामएहिं च विविहे हि ॥१५॥
ઉત્તમ સુગંધી પુષ્પ, કાળાગરુ વગેરે સુગંધી ધૂપ, સર્વ પ્રકારની (સુગંધી) ઔષધિઓ, જુદી જુદી જાતનાં પાણું વગેરે, સુગધી ચંદન વગેરેનું વિલેપન, ઉત્તમ સુગંધી પુષ્પોની માળા, બલિ-નવેદ્ય, દીપક, સરસવ, દહીં, ચોખા, ગોરોચન આદિ, (આદિ શબ્દથી બીજી મંગલભૂત વસ્તુ સમજવી) સુવર્ણ, મેતી, મણિ વગેરેની વિવિધ માળાઓઆવા ઉત્તમ દ્રવ્યથી પિતાની સંપત્તિ (આર્થિક સ્થિતિ) પ્રમાણે જિનપૂજા કરવી જોઈએ.
મૂળ ગાથામાં ૩rpufé ( જુદા જુદા પાણું આદિથી) એ શબ્દમાં રહેલા આદિ શબ્દથી ઇક્ષુરસ, ઘી, દૂધ વગેરે સમજવું. પાણ વગેરેથી જિનબિંબનું પ્રક્ષાલન કરવું કે પાણી વગેરે મૂર્તિસમક્ષ મૂકવું એ બે રીતમાંથી રૂઢિ પ્રમાણે ગમે તે રીતે પૂજા થઈ શકે છે, બંને પ્રકારની પૂજામાં વિરોધ નથી.
પ્રશ્ન- જીવાભિગમ વગેરેમાં ઈલ્ફરસ વગેરેની પૂજા કહી ન હોવાથી અહીં આદિશબ્દથી ઈશ્નરસ વગેરેનું ગ્રહણ નહિ કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org