________________
: ૨૫૪ : ૪ પૂજાવિધિ—પચાશક
ગાથા-૧૨-૧૩
પૂજા માટે આરભના ત્યાગ કરનાર ગૃહસ્થને લાગતા દોષા:अन्नत्थारंभवओ, धम्मेऽगारंभओ अणाभोगो । लोए पवयणखिसा, अबोहिबीयं ति दोसा य ॥ १२ ॥ ઘર આદિનાં કાર્યોમાં આરલ કરે અને જિનપૂજા આદિ માટે આરસના ત્યાગ કરે એ અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતા તા તે દોષ રૂપ છે જ, પણ એનાથી પ્રવચનહીલના અને અમેધિ એ એ ઢાષા પણ ઊભા થાય છે. સ્નાન કર્યા વિના પૂજા કરવાથી “ જૈનેા શુદ્ધિ વિના પણ જિનની પૂજા કરે છે આથી એમનાં શાસ્ત્રમાં પૂજાની વિધિ બતાવવામાં આવી નથી.” ઈત્યાદિ રૂપે જૈનશાસનની નિંદા થાય. જૈનશાસનની નિંદાથી તેમાં નિમિત્ત બનનારને ભવાંતરમાં જૈનશાસન મળતુ" નથી. આથી સ્નાન કરીને શુદ્ધવસ્ત્રોથી પૂજા કરવી જોઇએ. (૧૨) ભાવદ્ધિ ન રાખવાથી થતા દેાષા:
अविसुद्धा विहु वित्ती, एवं चिय होइ अहिगदोसाओ । तम्हा दुहा वि सुइणा, जिणपूजा होइ कायच्चा || १३ ||
આ જ પ્રમાણે નીતિ આદિ રૂપ શુદ્ધિથી રહિત આજીવિકાથી પણ અધિક દષા લાગે છે. અર્થાત્ દ્રવ્યશૃદ્ધિના અભાવની અપેક્ષાએ ભાવશુદ્ધિના અભાવમાં વધારે દોષો લાગે છે. કારણ કે અનીતિ આદિથી ૧૨મી ગાથામાં જણાવેલા અજ્ઞાનતા, પ્રવચનનિંદા અને અબેાધિ એ ત્રણ દોષો તા લાગે જ છે, વધારામાં રાજદડ વગેરે દાષા પણ ઉત્પન્ન થાય છે. આથી દ્રવ્યુ અને ભાવ એ ખંને રીતે શુદ્ધ બનીને જિનપૂજા કરવી જોઇએ, (૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org