________________
ગાથા-૧૧
૪ પૂજાવિધિપંચાશક
: ૨૫૫ :
તે ઉના થાક્ય = “હે ભગવંત! જેઓએ પાપકાને ત્યાગ કર્યો છે અને તેનાં પચ્ચકખાણ કર્યા છે તેવા શ્રવણ કે માહણને સચિત્ત અને દેષિત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર વહેરાવવાથી શું ફળ મળે ?” ગૌતમસ્વામીના આ પ્રશ્નોને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે-“હે ગૌતમ! એને અહ૫ પાપ કર્મ બંધાય અને ઘણી નિર્જરા થાય.” તથા શ્વાનસાધુની દોષિત આહાર આદિથી સેવા કર્યા પછી તે બદલ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત પણ કેમ આવે? જ્યારે આગમમાં તે બદલ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત સ્વીકારવાનું કહ્યું છે. (૧૦) સ્નાનાદિમાં યતના
भूभीपेहणजलछाणणाइ जयणा उ होइ ण्हाणाओ । एत्तो विसुद्धभावो, अणुहवसिद्धो चिय बुहाणं ॥११॥
જ્યાં સ્નાન કરવાનું છે ત્યાં જીવરક્ષા માટે ભૂમિનું અવેલેકન કરવું, પિરા વગેરેની રક્ષા માટે પાણી ગાળવું, પાણીમાં માખી વગેરે જીવ ન પડી જાય તેની કાળજી રાખવી વગેરે નાન, વિલેપન, જિનપૂજા આદિમાં યતના છે.
પ્રશ્ન- યેતનાથી કરેલ સ્નાનાદિ શુભ ભાવનું કારણ છે એમ ૧૦ મી ગાથામાં કહ્યું છે. પણ એમાં પ્રમાણ શું છે?
ઉત્તર:- આમાં અનુભવ પ્રમાણ છે. યતનાપૂર્વક નાન આદિથી થતો શુભ અવ્યવસાય બુદ્ધિશાળીઓને અનુભવસિદ્ધ છે. (૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org