________________
ગાથા-૩૧
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૭ :
જ અવશ્ય સમ્યક્ત્વ પામે છે. આથી જ અહીં કહ્યું કે-“જીવ સમ્યક્ત્વાભિમુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે.” (૩૦) શુદ્ધવંદના જ મોક્ષનું કારણ છે તેનું સમર્થન:–
इत्तो उ विभागाओ, अणादिभवदव्वलिंगओ चेव । णिउणं णिरूवियन्वा, एसा जह मोक्खहे उत्ति ।३१॥
અહીં બતાવેલા યથાપ્રવૃતિકરણ વગેરેના વિભાગથી તથા અનાદિ સંસારમાં ભટકતાં જીવે ગ્રહણ કરેલા (સાધુ-શ્રાવકના) દ્રવ્યવેશથી આ વંદનાનું સમ્યમ્ નિરૂપણ કરવું. જેથી તે મોક્ષનું કારણ બને.
ભાવાર્થ – ૨૮મી ગાથામાં જણાવ્યું છે કે યથા પ્રવૃત્તિ કરણની ઉપર રહેલા અપુનબંધક આદિ છને જ શુદ્ધ વંદના હોય છે. એટલે અર્થપત્તિથી સિદ્ધ થાય છે કે યથાપ્રવૃત્તિકરણની અંદર રહેલા છેને અશુદ્ધવંદના હોચ છે. યથાપ્રવૃત્તિકરણમાં રહેલા જી ચિત્યવંદન નથી પામતા એવું નથી. પ્રાયઃ દરેક જીવને યથાપ્રવૃત્તિકરણમાં અનંતીવાર ચૈત્યવંદનની પ્રાપ્તિ થઈ છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં પ્રાયઃ દરેક જીવે અનંતીવાર દ્રવ્યસાધુન અને દ્રવ્યશ્રાવકનો વેશ ધારણ કર્યો છે. દ્રવ્યસાધુના અને દ્રવ્યશ્રાવકના વેશમાં રહીને અનંતીવાર ધર્મ ક્રિયાઓ પણ કરી છે. એટલે ચિત્યવંદન પણ અનંતીવાર કર્યું છે. યથાપ્રવૃત્તિકરણથી ગ્રથિદેશે આવ્યા વિના ચૈત્યવંદન આદિ ધર્મક્રિયાઓની પ્રાપ્તિ ન થાય એ નિયમ છે. યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથીદેશે આવીને દ્રવ્યવેશ ધારણ કરીને અનંતીવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org