SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૨૨૬ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩૦ અપૂર્વકરણ એટલે અપૂર્વ વિલાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ=પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ગાંઠને છેદવાને ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવ પૂર્વે કહ્યું તેમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કઈક સત્વશાલી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિદેશે આવ્યા પછી રાગદ્વેષની ગાંઠને ભેદવાને તીવ્ર વિલાસ પ્રગટે છે. રોગદ્રષની ગાંઠને ભેદવાના તીવ્ર વિલાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં ક્યારેય તે વિલાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવારને તીવ્ર વીયૅલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ અહીં કહ્યું છે. કે “ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હેય છે.” અપૂર્વકરણમાં પ્રથમ સમયે ગ્રંથિને ભેદ થાય છે. અનિવૃત્તિકરણ- અનિવૃત્તિકરણ એટલે સમ્યક્ત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયે. આનું “અનિવૃત્તિ” એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફરનાર. જે અધ્યવસાય સમ્યકત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ-જાય નહિ તે અનિવૃત્તિ.૪ અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતમુહૂર્તમાં * જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી તેમ અપૂર્વકરણમાં આવેલા જીવે પણ પાછા ફરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy