________________
: ૨૦૬ ૩ ચીત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૧૩
અમૃત શરીરમાં રસ આદિ ધાતુ રૂપે પરિણમે એ પહેલાં જ તેના પ્રભાવથી શરીરમાં પુષ્ટિ, કાંતિ, આરોગ્ય આદિ સુંદર ભાવે દેખાય છે. તેમ અપુનબંધક આદિમાં થનાર મેક્ષહેતુ શુદ્ધભારૂપ અમૃત એકવાર પેદા થતાં ભક્તિની વૃદ્ધિરૂપ નવા નવા શુભભાવ ઉત્પન્ન કરે છે. આ વિષય પાતંજલિ આદિએ પણ પાતંજલ યોગશાસ્ત્ર આદિમાં કહ્યો છે. ૭૨ (૧૨) બાકીનાં ભાવવંદનાનાં લક્ષણનું સમર્થન :मंताइविहाणम्मिवि, जायइ कल्लाणिणो तहिं जत्तो। एत्तोऽधिगभावाओ, भव्वस्स इमीइ अहिगोत्ति ॥ १३ ॥
મંત્ર, વિદ્યા વગેરેના સમયસર કરવું વગેરે વિધિમાં પણ જેને (ભૌતિક દૃષ્ટિએ) અયુદય અવશ્ય થવાને છે તેવા જ જીવને કાળજી હોય છે. તેવી રીતે ચૈત્યવંદન સમયસર કરવું વગેરે વિધિમાં પણ જેને (આધ્યાત્મિક દષ્ટિએ) અત્યુદય અવશ્ય થવાનું છે તેવા અપુનબંધકાદિ ભવ્ય ( શૈત્યવંદનને ગ્ય) જીવને જ કાળજી હોય છે. પણ એ બેમાં એટલો ભેદ છે કે-મંત્રાદિસાધકને મંત્રાદિના વિધિમાં જે કાળજી હોય છે તેનાથી અપુનબંધક આદિને મૈત્યવંદનના વિધિમાં અધિક કાળજી હોય છે. કારણ કે ચૈત્યવંદનથી સ્વર્ગ અને મેક્ષ એ બંનેના સુખે મળે છે, જ્યારે મંત્રાદિથી માત્ર ભૌતિક સુખ મળે છે.
અહીં ભાવવંદનામાં વિધિની કાળજી હોય છે એમ જણાવીને ૧૦મી ગાથામાં જણાવેલ “નિયત સમયે કરવું હર ઉ. ૨. ગા. ર૬ની ટીકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org