________________
ગાથા-૧૨
૩ રીત્યવંદનવિધિ—પંચાશક
: ૨૦૫ :
- -
-
-
ઉત્તર –સદા સુંદર ભાવની વૃદ્ધિ, અર્થાત્ રોમાંચ ખડા થવા વગેરે લક્ષણેથી જણાતી અતિશય ભક્તિરૂપ ભાવવૃદ્ધિ, ભાવનું પ્રધાન લક્ષણ છે. એક વાર શુભ ભાવ થાય તે જ ભાવની વૃદ્ધિ થાય, એકવાર પણ શુભ ભાવ થયા વિના ભાવની વૃદ્ધિ ન જ થાય. આથી શુભભાવવૃદ્ધિ જીવમાં થયેલા શુભભાવની સૂચક છે.
પ્રશ્ન : મરુદેવી માતા આદિને પહેલા તેવા ભાવે ન થયા હોવા છતાં શુભ ભાવની વૃદ્ધિ થયેલી દેખાય છે. આથી “એકવાર શુભ ભાવ થાય તે જ શુભ ભાવની વૃદ્ધિ થાય એ નિયમ સાથે વિરોધ આવે છે.
ઉત્તર :- માટે જ અહીં “પ્રાયઃ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. ક્યારેક જ બનતાં મરુદેવીમાતા આદિના દષ્ટાંતે સિવાય એ નિયમ છે.
કેટલાક મૂળગાથામાં “માવવુ ૩ પાઠના સ્થાને માવવુ એ પાઠ કહે છે. “માવવુe પાઠ પ્રમાણે આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય –એકવાર થયેલા ભાવ નવા ભાવને ઉત્પન્ન કરે છે. આથી એકવાર થયેલો ભાવ ભવિષ્યમાં થનારી ભાવવૃદ્ધિનું પ્રધાન લક્ષણ છે. અર્થાત્ એક વાર થયેલ ભાવ (નાશ પામશે તો પણ તેવા નિમિત્તોથી ફરી ઉત્પન્ન થઈને) અવશ્ય ભવિષ્યમાં ભાવની વૃદ્ધિ કરશે. (૧૧) પ્રસ્તુત વિયની દૃષ્ટાંતથી સિદ્ધિ :अमए देहगए जह, अपरिणयम्मि वि सुभा उ भावत्ति । तह मोक्खहेउअमए, अण्णेहि वि हंदि णिहिट्ठा ॥१२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org