________________
ગાથા-૧૫-૧૫ ૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક : ૨૦૭ :
વગેરે ભાવવંદનાનાં લક્ષણે છે” એ વિષયનું અહીં સમર્થન કર્યું છે. (૧૩) ચૈત્યવંદન મંત્રાદિથી ઉત્તમ કેમ છે તેનું પ્રતિપાદન – एईई परमसिद्धी, जायइ जत्तो ददं तओ अहिगा। जत्तम्मि वि अहिगतं, भव्वस्सेयाणुसारेण ॥१४॥
શૈત્યવંદનથી પ્રધાન સિદ્ધિ થાય છે. અર્થાત્ મંત્રાદિથી કેવળ આ લેકની ભૌતિક સિદ્ધિ થાય છે. જ્યારે ચૈત્યવંદનથી વિશિષ્ટ પરલોકની અને મોક્ષની સિદ્ધિ થાય છે. મંત્રાદિથી થતી આ લોકમાં જ કામ લાગે તેવી અણિમાદિની સિદ્ધિની અપેક્ષાએ ચૈત્યવંદનથી થતી (વિશિષ્ટ પરલેકની અને મોક્ષની સિદ્ધિ પ્રધાન છે. આથી ચૈત્યવંદન મંત્રાદિથી અતિશય મહાન છે–ઉત્તમ છે.
મંત્રાદિથી ત્યવંદનની અધિક મહત્તા હોવાથી અપુનબંધક આદિ ભવ્ય જીવોને મહત્તાનુસાર (અથવા કુલની અધિકતા અનુસાર) મૈત્યવંદનની વિધિમાં અધિક કાળજી હોય છે. (૧૪). રીત્યવદનમાં વિધિની કાળજીથી આ લેકમાં પણ લાભ - पायं इमीइ जत्ते, ण होइ इहलोगिया वि हाणित्ति । णिरुवम्कमभावाओ, भावो वि हु तीइ छेयकरो ॥ १५ ॥
સત્યવંદનમાં વિધિની કાળજીથી પ્રાયઃ આ લોકમાં પણ ધન્ય-ધાન્ય આદિ સંબંધી હાનિ-આપત્તિ થતી નથી. નિરુપક્રમ કર્મના ઉદયથી આ લોકમાં હાનિ-આપત્તિ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org