________________
ગાથા-૭
૩ ચિત્યવંદનવિધિ—પંચાશક
: ૧૯૩૯
=
=
ગુણોનું કાળજીથી રક્ષણ કરે. (૫) ગુણીજનના સંગથી આનંદ અનુભવે. (૬) અધિક ગુણોને મેળવવા ભાવપૂર્વક ઉદ્યમ કરે. (૭) અન્ય ઉપર ગુણના કારણે જ રાગ કરે. આથી જ વજન, શિષ્ય, ઉપકારી, એક સમુદાયને સાધુ વગેરે પણ જે નિર્ગુણ હોય તો તેમના ઉપર રાગ ન કરે. અલબત્ત, કરુણાભાવનાથી નિર્ગુણ સ્વજનાદિને ગુણી બનાવવા ઉપદેશ આદિથી શકય પ્રયત્ન કરે, છતાં જે ગુણ ન બને તે તેમની ઉપેક્ષા કરે, એટલે કે તેમના ઉપર રાગ ન કરે. કારણ કે ગુણના ચગે જ થતે રાગ લાભ કરે છે. નિર્ગુણ ઉપર સ્વજનાદિના કારણે થતે રાગ નુકશાન કરે છે. છતાં તેમના ઉપર છેષભાવ પણ ન કરે. એટલે શક્ય પ્રયત્ન કરવા છતાં ગુણ ન બને-સુધરે નહિ તે તેમના પ્રત્યે રાગદ્વેષથી રહિત બને છે–ઉપેક્ષા ધારણ કરે છે.
ગુણાનુરાગનું ફલ – ગુણાનુરાગથી નવા ગુણોની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત ગુણેની રક્ષાશુદ્ધિ-વૃદ્ધિ થાય છે. કદાચ તેવા કર્મ આદિના કારણે આ ભવમાં નવા ગુણોની પ્રાપ્તિ ન થાય તે ભવાંતરમાં નવા ગુણે બહુ જ સુલભ બને છે. (૬) અપુનબેધક આદિ સિવાયના જવેમાં ચૈત્યવંદનની અગ્યતા:–
एते अहिगारिणो इह, ण उ सेसा दव्वओ विजं एसा।।
इयरीइ जोग्गयाए, सेसाण उ अप्पहाणत्ति ॥७॥ * ગુણાનુરાગને ફલ અને લક્ષણ માટે જુઓ ધ૦ પ્રગા. ૧ર૧ વગેરે ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org