________________
: ૧૮૮ :
૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨
ફલ પ્રવૃત્તિ કરે છે. જેમ કે માલતુષઃ સુનિ. તેઓને આત્મા, મિ, મોક્ષમાર્ગ આદિને વિશેષ બોધ ન હોવા છતાં ગુજ્ઞાના પાલનથી મોક્ષ પામી ગયા. જે વિશેષબેધથી રહિત પણ માતુ સારી જીવની મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ હોય તે વિશેષબધથી યુક્ત માર્ગનુસારી જીવની સુતરાં મેક્ષને અનુકૂળ પ્રવૃત્તિ હોય. આમ માર્ગાનુસારી જીવ અવશ્ય મોક્ષ પામે છે. કારણ કે તેને ચારિત્રાવરણય કર્મને ક્ષપશમ થયેલો હોય છે. ચારિત્રમોહનીયના ક્ષોપશમ વિના માર્ગાનુસારપણું આવી શકતું નથી. ચારિત્રમોહનીય કમને લોપશમ મોક્ષનું અવંધ્ય (સફળ) કારણ છે.
(૨) શ્રદ્ધાળુ – શ્રદ્ધાળુ એટલે મોક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે તાવિક શ્રદ્ધાવાળો-રુચિવાળો. ધનના અથીને નિધાન પ્રત્યે અને નિધાનને ગ્રહણ કરવાની વિધિના ઉપદેશ પ્રત્યે જેવી શ્રદ્ધા-રુચિ હોય, તેવી શ્રદ્ધા-રુચિ ચારિત્રીને મેક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે હોય છે. કારણ કે તેનામાં તાત્વિક શ્રદ્ધાને રોકનાર દર્શનમોહ આદિ કર્મોનો ક્ષપશમ થયો હોય છે.
(૩) પ્રજ્ઞાપનીય – પ્રજ્ઞાપનીય એટલે સમજાવી શકાય તે. પ્રજ્ઞાપનીય જીવ અનાગ આદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે ગીતાર્થ મહાપુરુષ તેની ભૂલ સમજાવે તે તુરત પિતાની ભૂલનો સ્વીકાર કરી લે, અને વિપરીત પ્રવૃત્તિનો ત્યાગ કરે. જેમ કોઈ પુરુષ નિધાન ગ્રહણ કરવામાં ભૂલ કરતો હોય તો કઈ સમજાવે તો તુરત પોતાની ભૂલ સ્વીકારીને ભૂલને સુધારે તેમ. પ્રજ્ઞાપનીયતા ગુણને રોકનાર
= 0 બિ. ગા૩૫૪ , Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org